પાલનપુરમાં રાકેશ ટિકૈત સામે કાળા વાવટા ફરકાવનારા ભાજપના કાર્યકરની ધોલાઇ..!

એક મહિલાએ ભાજપના કાર્યકરને ફડાકા ઝીંકી દીધા

સમગ્ર દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનાં મુખ્ય નેતા રાકેઠ ટિકેટ હાલ ગુજરાતનાં પ્રવાસે છે. આબુથી તેઓ પાલનપુર ખાતે આવ્યા હતા. ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે તેઓ અહીં ખેડૂત સંગઠનો સાથે બેઠક કરવાનાં હતા. ગુજરાતમાં તેઓ જ્યારે પ્રવેશ્યા ત્યારે હળ આપીને ખેડૂત સંગઠનો દ્વારા તેમનું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેડૂત આંદોલન હાલ સરકાર વિરુદ્ધમાં છે. વડાપ્રધાન ગુજરાતનાં હોવાના કારણે ગુજરાતી ખેડૂતો જો વિરોધ કરે તો વધારે દબાણ લાવી શકાય તેવા આશયથી તેઓ ગુજરાતના ખેડૂત સંગઠનો સાથે બેઠક કરવા માટે ગુજરાત આવ્યા છે.

તો બીજી તરફ પાલનપુરમાં પ્રવેશ સમયે જ રાકેશ ટિકૈત સામે ભાજપના એક કાર્યકર્તાએ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શિત કરતા રેલીમાં સામેલ લોકોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના કાર્યકર્તા પાસેથી કાળા વાવટા ઝૂંટવી લઈ રેલીમાં સામેલ લોકો તેના પર તૂટી પડ્યા હતા. પાલનપુરમાં ટિકૈતના આગમન સમયે જ ઝપાઝપી થતા મામલો ઉગ્ર બન્યો હતો. જે દરમિયાન એક મહિલાએ ભાજપના કાર્યકરને ફડાકા ઝીંકી દીધા હતા.

એક મહિલા સહિત ચારથી પાંચ લોકોએ ભાજપના કાર્યકરને માર મારવાની શરૂઆત કરતા જ બંદોબસ્તમાં હાજર પોલીસ જવાનો દોડી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શિત કરવા આવેલા કાર્યકરને છોડાવી લઈ ગઈ હતી.

 27 ,  1