5મીએ દીદીના શપથગ્રહણ દિને જ ભાજપનું આંદોલન..

ભાજપનો દાવો-પરિણામ પછી 6 કાર્યકરોની હત્યા થઇ..વિરોધ પ્રદર્શન..

બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જી ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી હાર્યા હોવા છતા તેઓ મુખ્યમંત્રીની ગાદી પર તેઓ જ બિરાજશે. આવતીકલે 5 મે 2021ના રોજ દીદી ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. રાજભવનના સૂત્રોના મતે મમતા બેનરજી આજ સાંજે સાત વાગ્યે રાજ્યપાલ જગદીપ ધનખડને મળીને સરકાર રચવાનો દાવો કરી શકે છે. નોંધનીય છે કે 5મીએ જ ભાજપે બંગાળ સહિત દેશ ભરમાં બંગાળની હિંસા માટે આંદોલનની જાહેરાત કરી છે. ભાજપનો દાવો છે કે પરિણામ આવ્યાં બાદ બંગાળમાં ભાજપના 6 કાર્યકરોની હત્યાઓ થઇ છે. કેન્દ્ર સરકારે તેનો અહેવાલ માંગ્યો છે.

દરમ્યાન, આ અગાઉ મમતાદીદીને સર્વાનુમતે ટીએમસીના જીતેલા ધારાસભ્યોએ પક્ષના નેતા તરીકે ચૂંટ્યા હતા. સીએમઓ દ્વારા મળેલી માહિતી મુજબ કોરોના મહામારીને પગલે મમતા બેનર્જી 5મી મેના સાદગીપૂર્ણ રીતે યોજાનાર સમારંભમાં પદ તેમજ ગોપનિયતાના શપથ લશે. જ્યારે મંત્રીઓ બીજા દિવસે શપથ લેશે.

નંદીગ્રામ વિધાનસભા બેઠક ઉપરથી ટીએમસી સુપ્રિમો મમતાનો ભાજપના સુવેન્દુ અધિકારી સામે 1956 મતથી પરાજય થયો છે. જો કે હવે મમતાએ આ પરિણામોને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવી છે અને પુનઃ મતગણતરી કરાવવા માંગ કરી છે. દીદી પરિણામને કોર્ટમાં પણ પડકારશે તેમ તેમણે જણાવ્યું હતું. બંધારણ મુજબ મમતા બેનરજી વિધાનસભાના સભ્ય ન હોવા છતાં મુખ્યમંત્રી બની શકે છે પરંતુ છ માસમાં તેમણે ચૂંટાવું પડે છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીએ પ્રચંડ વિજય સાથે ઈતિહાસ રચ્યો છે. સળંગ ત્રીજી ટર્મમાં જંગી બહુમતી સાથે વિજય મેળવીને મમતાએ રેકોર્ડ સ્થાપ્યો છે. ચૂંટણી પંચે જાહેર કરેલા અંતિમ પરિણામ મુજબ 292 વિધાનસભા બેઠકો પૈકી ટીએમસીની 213 બેઠક પર જીત થઈ છે જ્યારે ભાજપનો 77 બેઠક પર વિજય થયો હતો.

 13 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર