અનહોની કો હોની કર દે એનું નામ ‘ઉત્તર ગુજરાત યુનિવર્સિટી’

 MBBSની પરીક્ષામાં ભાજપના નાપાસ પુત્રને પાસ જાહેર કરાયો

પાટણની આચાર્ય હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસમાં નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાના કૌભાંડમા જેમને પાસ કરાયા એ ત્રણ વિદ્યાર્થી પૈકી એક વિદ્યાર્થી ભાજપનાં મહિલા નેતાનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. બહાર આવેલી વિગતો પ્રમાણે જેમને નાપાસ હોવા છતાં પાસ કરાયા છે છે તે 3 વિદ્યાર્થી પૈકી 392 નંબરનો વિદ્યાર્થી ભાજપનાં મહિલા અગ્રણીનો પુત્ર છે.

મેડિકલની પરીક્ષામાં નપાસ થયેલા ત્રણ છાત્રોની ઉત્તરવહી બદલી પાસ કરવામાં આવ્યા હતા. જેમાં એક વિદ્યાર્થી પાલનપુર પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના ભાજપના શાસક પક્ષના નેતા હંસાબેન અશોકભાઇ મહેશ્વરીનો પુત્ર પાર્થકુમાર અશોકભાઇ મહેશ્વરી છે. વર્ષ 2018માં મેડિકલની FY MBBSની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા. અને ત્યારબાદ આ મામલે તપાસ સોંપાઈ હતી અને તેનો રિપોર્ટ કારોબારીમાં સોંપવામાં આવ્યો હતો.

વર્ષ 2018માં FY MBBS માર્ચ- જૂન માસમાં લેવાનાર પરીક્ષાના પરિણામ બાદ 10 વિદ્યાર્થીઓએ રીઅસેસમેન્ટ માટે અરજી કરી હતી. જેમાં ગેરરીતિ સામે આવતી આ મામલે કમિટી બનાવી તપાસ કરવામાં આવી હતી. કમિટીના તપાસ રિપોર્ટમાં સામે આવ્યું કે ત્રણ નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા હતા. જે બાદ આ મામલે વિદ્યાર્થી સંગઠનો સહિત કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

આ અંગે ઇસીની બેઠકમાં પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે યોગ્ય કાર્યવાહીની વાત કરવામાં આવી હતી. ઇસી સભ્ય હરેશ ચૌધરી અને પ્રોડૉ.જે.કે પટેલ બે સભ્યોની કમિટી બનાવી તપાસ સોંપવામાં આવી હતી. મેડીકલમાં થયેલ ગેરરીતિમાં મોટા સત્તાધીશોના નામ બહાર આવવાની શક્યતાઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

દરમિયાનમાં આ કૌભાંડની તપાસ કરનારા તપાસ અધિકારી હરેશ ચૌધરીએ કહ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા મને તપાસ સોપવામાં હતી અને મેં ઈમાનદારીપૂર્વક તપાસ કરી છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓને પાસ કરવા માટે પુરવાહીમાં છબરડો કરાયો છે અને તેનો અમે રીપોર્ટ સોપ્યો છે. આ રીપોર્ટ સીલ બંધ કરીને આપ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

 171 ,  1