કુબેરનગરના વેપારીઓમાં આક્રોશ, “માસ્ક” નામે ખોટી રીતે વસુલ કરી રહ્યા છે દંડ
આમ આદમી પાર્ટીએ પ્રતિક મૌન રેલી યોજી કર્યો વિરોધ પ્રદર્શન
કુબેરનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આરોગ્ય વિભાગે માસ્કના નામે ખોટી રીતે વેપારીઓ અને શ્રમજીવીઓને દંડ ફટકારી રહ્યા હતા. આ મામલે ભાજપના ચૂંટાયેલા નેતાઓને વારંવાર રજુઆત કરતા કોઈ કાર્યવહી કરી ન હતી. વેપારીઓએ આમ આદમી પાર્ટીનો સંપર્ક કરતા આજે એક પ્રતીક મૌન રેલી કાઢી વિરોધ પ્રદશન કર્યો હતો.
કુબેરનગરના વેપારીઓમાં આક્રોશ, "માસ્ક" નામે ખોટી રીતે વસુલ કરી રહ્યા છે દંડ#Ahmedabad #Kubernagar #BJP #AAP pic.twitter.com/tnyUdqPEIT
— NetDakiya ગુજરાતી (@netdakiya) October 16, 2020
તો બીજી તરફ આવેદન પત્ર આપવા આવી રહ્યા હોવાથી અધિકારીઓ ઓફીસ છોડી રીતસરના ભાગી ગયા હતા. અધિકારીઓને અનેકવાર ફોન કરવા છતાં આવ્યા ન હતા. અંતે ઓફિસની દીવાલ પર આવેદન પત્ર ચોંટાડી દીધો હતો.

માસ્ક ના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહેલા કુબેરનગરના આરોગ્ય વિભાગથી નાના મોટા વેપારીઓ કંટાળી ગયા છે. વેપારીઓ ચા પીતા હોય કે જમતા હોઈ તે સમય આવી જઇ રૂપિયા 3000 થી 9000 સુધીના મેમો પધરાવી દેતા હતા. વેપારીઓ અને નાના મોટા લારી ગલ્લા વાળાઓએ સ્થાનિક ભાજપના નેતાઓ રજૂઆત કરવા જતાં કોઈ સંતોષ કારક જવાબ મળ્યો નહતો. ત્યારબાદ સ્થાનિક વેપારીઓએ આમ આદમી પાર્ટીનો સંપર્ક કરતા દંડ વસુલ કરનાર ગિરીશ મકવાણા સાથે રૂબરૂ ચર્ચા કરી હતી. તેમને કહ્યું હતું કે, અમે ચીઠી ના ચાકર છીએ. અમારી ફરજ બજાવી રહ્યા છીએ.
કુબેરનગરના વેપારીઓમાં આક્રોશ, "માસ્ક" નામે ખોટી રીતે વસુલ કરી રહ્યા છે દંડ#Ahmedabad #BJP #AAP pic.twitter.com/VScLrJ1agh
— NetDakiya ગુજરાતી (@netdakiya) October 16, 2020
આજે સવારે આમ આદમી પાર્ટીના કુબેરનગર વોર્ડના પૃમુખ જ્યેન્દ્ર અભવેકર, લીગલ સેલના ઉપ પ્રમુખ કૈલાશભાઈ તમાઇચી, અરવિંદભાઈ ઠાકુર, મહિલા પ્રમુખ ગીતાબેન સુંદરવા, આશાબેન થદાની, ઉપ પ્રમુખ રાવીન્દ્રલાલ ગુપ્તાએ પ્રતીક મૌન રેલી કાઢી હતી. આઝાદ મેદાનથી નીકળી દેવલાલી સિંધી બાઝર કુબેરનગર ક્રોસિંગ થી મ્યુનિ. કચેરી પગપાળા પહોંચ્યા હતા. જો કે આમ આદમી પાર્ટીના કાર્યકરો આવી રહ્યા હોવાથી ઓફિસનો તમામ સ્ટાફ રીતસરના ભાગી ગયા હતા.
149 , 1