ભાજપના સ્થાપના દિને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ, શાહનો ભવ્ય રોડ-શો

આજે ભાજપનો સ્થાપના દિવસ છે જેને લઇ ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપના રાષ્ટ્રી અધ્યક્ષ અમિત શાહ આજે સવારથી વણઝર ગામથી વસ્ત્રાપુર સુધી અમિત શાહ રોડ શો યોજી ચૂંટણી પ્રચારની સાથે સાથે જનસંપર્ક પણ કરશે.

અમિત શાહના રોડ શોને ધ્યાનમાં રાખીને રૂટ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રૂટ પર રાખવામાં આવ્યો છે. એસઓજી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ હાજર છે.

આપને જણાવી દઇએ, અમિત શાહ ગુજરાતમાં 6, 15, 19 અને 21 એપ્રિલ રાજ્યભરમાં જુદી જુદી જગ્યાએ સભાઓ કરશે. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે. કે, અમિત શાહની સાથે જ ચૂંટણી પ્રચાર કરવા માટે કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સિતારમન પણ ગુજરાતના પ્રવાસે છે.

 43 ,  3