વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય..

ભાજપની પેનલનો ભવ્ય વિજય, કોંગ્રેસમાં સન્નાટો

વાપી નગરપાલિકાની મત ગણતરી ચાલી રહી છે. વાપી નગર પાલિકામાં કુલ 11 વોર્ડમાંથી 44 બેઠકોમાંથી 32 બેઠકોનો પરિણામ આવી ગયા છે. આ તમામ બેઠકો ભાજપે જીતી લીધી છે. જોકે, કોંગ્રેસ એક પણ બેઠક હજુ સીધી જીતી શક્યો નથી. મતગણતરી પહેલા જ વોર્ડ નં 10માંથી કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા ભાજપના મહિલા ઉમેદવાર ઇન્દુબેન પટેલ બિનહરીફ જીતી ચુક્યા છે.

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 ,2 ,3, 7,8,9 માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. આ સાથે વાપી નગર પાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. વાપી નગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 6 પર સૌની નજર રહેશે. કારણ કે ગત ચૂંટણી દરમ્યાન ભાજપે 44 માંથી 41 બેઠક મેળવી હતી અને માત્ર વોર્ડ નં 6 માંથી જ કોંગ્રેસે 3 બેઠક જીતી હતી અને ભાજપનું વાપી નગર પાલિકામાં એક હથ્થું શાશન રહ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, વાપી શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વાપી નગરપાલિકાની ચૂંટણી પ્રચારમા તમામ રાજકીય પાર્ટીઓ મતદારોને રિઝવવા પૂરજોશમાં પ્રચાર ઝુંબેશ ચલાવી હતી. આ વખતે વાપી નગરપાલિકા વિસ્તારના 1 લાખ 2 હજાર મતદારોમાં 15 હજારથી વધુ નવા મતદારો ઉમેરાયા હતા. જેમાં 15 ટકાથી વધુ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા હતા.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી