બનાસ બેંકની ચૂંટણીમાં ભાજપના બળવાખોર ઉમેદવારની જીત

ભાજપમાંથી સસ્પેન્ડ કરેલા નેતાએ બનાસ ડેરીની ચૂંટણીમાં મેળવી જીત

ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી સહકારી બેંકો પૈકીની એક બનાસ બેંકની ચૂંટણીમાં વડગામ બેઠક પર કેશરભાઈ ચૌધરીનો વિજય થયો છે. કેશર ભાઈ ચૌધરીએ ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવતાં ચાર દિવસ પહેલાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા ચૌધરીએ જીત મેળવીને પોતાની તાકાત પુરવાર કરી છે.

આ ચૂંટણીમાં બંને ઉમેવારો ને સરખા મત મળતાં ચિઠ્ઠી ઉછાળાતાં કેશર ચૌધરીની  જીત થઈ છે. આ ચૂંટણીમાં 70 મતદારોએ મતદાન કર્યું હતું. કેશર ભાઈ ચૌધરી તેમજ સામે કેશરભાઈ વાયડા બંનેને 35-35 વોટ મળ્યા હતા.

કેશર ચૌધરીને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે 11 નવેમ્બરે સસ્પેન્ડ કર્યા હતા. પાટીલે  ગુજરાતના ત્રણ ટોચના આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા ને તેમાં એક ચૌધરી હતી.  બનાસ બેન્કની ચૂંટણીને  મામલે ભાજપના ત્રણ દિગ્ગજ આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાતાં ખળભળાટ મચ્યો હતો. પાટીલે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપાઘ્યક્ષ તેજાભાઈ પટેલ ઉપરાંત વડગામ માર્કેટ યાર્ડ ચેરમેન કેશર ચૌધરી અને દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ નટુ ચૌધરી પક્ષમાંથી સસ્પેન્ડકર્યા હતા.

ભાજપનો  મેન્ડેડ હોવા છતાં કેશર ચૌધરીએ પોતાની ઉમેદવારી ચાલુ રાખતા આ ત્રણેય નેતાને સસ્પેન્ડ કરાયા હતા. ભાજપના દિગ્ગજ આગેવાનો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાતાં રાજકીય ભૂકંપ મચી ગયો છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી