ભાજપની સૌથી મોટી બોડી પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો જાહેર, 13 નેતાઓને મળ્યું સ્થાન

ભાજપના પ્રદેશ પાલામેન્ટરી બોર્ડના સભ્યો જાહેર કરવામાં આવ્યા છે. 13 સભ્યોની નવી પ્રદેશ પાલામેન્ટરી બોર્ડની સમિતિ જાહેર કરવામાં આવી છે. ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં સી આર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલા, આર સી ફળદુ, સુરેન્દ્ર પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જશવંત ભાભોર, ભીખુભાઈ દલસાણીયા, રાજેશ ચુડાસમા, કાનાજી ઠાકોર, કિરીટ સોલંકી અને નવા નિયુક્ત થનાર મહિલા મોરચા પ્રમુખ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો રહેશે. જોકે, હજુ મહિલા મોરચાના પ્રમુખનું નામ જાહેર થવાનું બાકી છે.

 63 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર