સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ, પ્રજાલક્ષી કામ કરવાના લીઘા સંકલ્પ

પંડિત દિન દયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને ભાજપે સમપર્ણ દિવસ તરીકે મનાવ્યો


અમદાવાદ સહીત છ મહાનગર પાલિકાની ચૂંટણી હેતુ ભાજપે ગુરુવારે સત્તાવાર રીતે પ્રચાર અભિયાન શરુ કરી દીઘું છે. પંડિત દિન દયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિતે સમર્પણ દિવસ માનવીને ભાજપે ચુંટણી પ્રચાર શરુ કર્યો હતો. અમદાવાદ ખાતે યોજયેલા કાર્યક્રમમાં મુખ્ય મંત્રી રૂપાણી, અને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત હતા.

ગત મહીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થયા બાદ ફેબ્રુઆરીમાં દિન પ્રતિદિન રાજકીય માહોલ જામતો જાય છે., ત્યારે ભાજપના સંસ્થાપાક સભ્ય પંડિત દિન દયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને ભાજપ દ્વારા સમગ્ર દેશમાં ‘સમર્પણ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.જેના ભાગ રૂપે ભાજપે અમદાવાદના કાંકરિયા ખાતે વિશેષ કાર્યક્રમ યોજી સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.

અમદાવાદના કાંકરિયામાં અમદાવાદ મહાનગર પાલિકાના ૪૮ વોર્ડના 192 ઉમેદવારોએ મંચ પર એક સાથે ઉપસ્થિત રહીને પ્રજાના કાર્યો કરવાનો સંકલ્પ લીધો હતો. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓ અને મહાનગરોના ઉમેદવારોએ વર્ચ્યુઅલી જોડાઈને સંકલ્પ લીધો હતો. જેમાં પોતાની જાતને સમર્પિત કરવા અને ભાજપના આદર્શ અને સિદ્ધાંતોને લોકો સુધી લઈ જવા તથા સરકારી યોજનાઓનો લાભ લોકોને આપવાના સંકલ્પ સાથે પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે અન્ય જિલ્લાઓમાં પાર્ટીના પ્રભારી મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો તથા ધારાસભ્યોની હાજરીમાં કાર્યક્રમ યોજાયા હતા.
આ સાથે જ રાજકોટમાં ભાજપે ડિજિટલ રથ થકી પ્રચાર શરૂ કર્યો છે.

શહેરના કુલ 18 વોર્ડ માટે 18 ડિજિટલ રથ બનાવવામાં આવ્યા છે. જેમાં સરકારની વિવિધ યોજનાઓથી લોકોને વાકેફ કરીને મતદારોને રિઝવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં ચૂંટણીના પ્રચાર માટે પક્ષના કાર્યકરોને અગ્રણી નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 28 ,  1