ભાજપનું મિશન @2022: નવા મંત્રીઓને જિલ્લાની જવાબદારીની વહેંચણી

જાણો કયા મંત્રી બન્યા આપના જિલ્લાના પ્રભારી મંત્રી

ગુજરાતમાં રૂપાણી સરકારની વિદાય થઈ ગઈ છે જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 25 મંત્રીઓએ શપથ લીધા હતા જેના પગલે હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર બની છે. આ સ્થિતિ વચ્ચે આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરિણામે સત્તા પક્ષ ભાજપે અત્યારથી જ તૈયારી આરંભી દીધી છે. નવા મંત્રીમંડળમાં મોટાભાગના મંત્રીઓ પ્રથમ વખત જ મંત્રી બન્યા છે.આ નવા મંત્રીઓને જિલ્લા પ્રમાણે જવાબદારી વહેંચવામાં આવી છે. ત્યારે ચાલો જાણીએ કયા રાજ્યમાં કયા મંત્રીને જવાબદારી સોંપાઈ છે.

ક્યા મંત્રીને ક્યા જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા?

 • રાજેન્દ્ર ત્રિવેદી અમદાવાદ, ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી
 • જીતુ વાઘાણી સુરત અને નવસારીના પ્રભારી મંત્રી
 • ઋષિકેષ પટેલ જૂનાગઢ, ગીર સોમનાથના પ્રભારી મંત્રી
 • પૂર્ણેશ મોદીને રાજકોટ અને મોરબીના પ્રભારીમંત્રી બનાવાયા
 • રાઘવજી પટેલને ભાવનગર-બોટાદના પ્રભારી મંત્રી બનાવાયા
 • કનુ દેસાઇને જામનગર-દ્વારકાના પ્રભારી મંત્રી બનાવાયા
 • કિરીટસિંહ રાણા બનાસકાંઠા-પાટણના પ્રભારી મંત્રી
 • નરેશ પટેલ વડોદરા-છોટા ઉદેપુરના પ્રભારી મંત્રી
 • પ્રદિપ પરમાર સાબરકાંઠા-અરવલ્લીના પ્રભારી મંત્રી
 • અર્જૂનસિંહ ચૌહાણને મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા
 • હર્ષ સંઘવીને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા
 • જગદીશ પંચાલને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા
 • બ્રિજેશ મેરજાને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા
 • જીતુ ચૌધરીને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા
 • મનીષા વકીલને મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા
 • મુકેશ પટેલને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા
 • અરવિંદ રૈયાણીને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા
 • કુંબેર ડિંડોરને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા
 • કિર્તીસિંહ વાઘેલાને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા
 • ગજેન્દ્રસિંહ પરમારને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા
 • રાઘવભાઇ મકવાણા પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા
 • વિનોદ મોરડીયાને પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા
 • દેવા માલમને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા
 • નિમિષા સુથારને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી