જય ગિરનારી ભાજપ કોંગ્રેસ પર ભારી- 54 બેઠકો સાથે જૂનાગઢ કબ્જે કર્યું..

જુનાગઢમાં કોર્પોરેશનની ચુંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.જેનું પરિણામ જાહેર થઇ ગયું છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પક્ષનો અભૂતપૂર્વ વિજય થયો છે.
ભાજપે કુલ 59 બેઠકમાંથી 54 પર જીત મેળવી છે. જ્યારે એનસીપીને 4 અને કોંગ્રેસને માંડ એક બેઠક મળી છે. આમ કોંગ્રેસ કરતા એનસીપીને ચાર ગણી વધુ બેઠક મળી છે.વોર્ડ નં.4માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મંજુલાબેનનો વિજય થતા કોંગ્રેસને એક બેઠક મેળવવામાં સફળતા મળી હતી. તેમજ વિપક્ષ નેતા સતિષચંદ્ર વીરડાની પેનલની હાર થતા તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢની પ્રજા વિકાસ ઇચ્છતી નથી.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી