AMC : સરસપુરમાં ભાજપની જીત, ભાજપનો આટલા વોર્ડમાં વિજય

અમદાવાદમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન, પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના ઉમેદવાર દિનેશ શર્માની હાર

તમામ 6 મહાનગરપાલિકા પર ભાજપ આગળ છે. ત્યારે 4 પાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. રાજકોટ, ભાવનગર, જામનગર અને વડોદરામાં ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટમાં 48 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જે તમામ બેઠક ભાજપને કબ્જે આવી છે. તો અન્ય વોર્ડમાં પણ ભાજપ આગળ છે. સર્વત્ર કેસરિયો લહેર્યો છે. ત્યારે ભાજપ કાર્યાલય પર વિજય ઉત્સવની તૈયારી આરંભી દેવાઈ છે. તો જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું ખાતું પણ ખોલાવી ન શકી. પરંતુ ભાજપે 32 બેઠકો પોતાના નામે કરી છે. તો જામનગરમાં 5 બેઠક કોંગ્રેસને અને 3 બસપાને મળી છે.

જામનગરમાં સતત છઠી વખત ભાજપ શાસન પર આવ્યું છે. તો વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો. વડોદરામાં ભાજપ બહુમતીથી માત્ર 6 બેઠકો દૂર છે. આમ, આંકડા મુજબ વડોદરામાં ફરી ભાજપનું બોર્ડ બનશે. અત્યાર સુધી કોંગ્રેસ માત્ર 7 બેઠકો જીતી, જ્યારે ભાજપ 33 બેઠકો જીતી છે. ત્યારે પોલિટેક્નિક બહાર ઉજવણીમાં કાર્યકર્તાઓ જોડાયા છે. જીતેલા ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું છે.

ઢોલ નગારા સાથે વિજય સરઘસ નીકળ્યું છે. તો ભાવનગર મનપા ચૂંટણી મતગણતરીમા અત્યાર સુધીમાં 8 વોર્ડના પરિણામો જાહેર થયા છે. વોર્ડ નંબર 2, 4, 7, 8, 11 અને 12 પેનલ ભાજપના ફાળે ગઈ છે. અત્યાર સુધીમા કુલ 8 વોર્ડની 32 બેઠકો જાહેર થઈ છે. જેમાં ભાજપને 27 અને કોંગ્રેસને 5 બેઠક મળી છે. ભાજપ બહુમતી સાથે આગળ છે. 

  • અમદાવાદમાં દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે. 1995 થી દરિયાપુર વોર્ડ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. તો દાણીલીમડા અને બહેરામપુરામાં કોંગ્રેસના પેનલની ભવ્ય જીત થઈ છે. પોતાના ગઢ સાચવવામાં કોંગ્રેસ સફળ નીવડ્યું છે. નિકોલમાં ભાજપના પેનલની જીત થઈ છે. તો અમદાવાદના કેટલાક વોર્ડમાં અસુદ્દીન ઔવેસીની AIMIM પાર્ટીએ 10 હજાર વોટથી કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું પાડ્યું છે તે સ્પષ્ટ દેખાય છે.
  • સુરતમાં આમ આદમી પાર્ટીએ જીતનું ખાતુ ખોલાવ્યું છે. વોર્ડ નંબર 16માં ચારેય પેનલમાં આપના ઉમેદાવારોની જીત થઈ છે. તો સાથે જ વોર્ડ નંબર 4માં પણ આપની જીત થઈ છે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આપ પાર્ટીના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા. કોર કમિટી સભ્ય રામ ધડુકે સુરતના જનભાગીદારી સાથે મહાનગરપાલિકા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આપ પાર્ટીને 60 જેટલી બેઠકો મળવાની વાતો કરી

ચાંદલોડિયામાં ભાજપ જીત્યું

ચાંદલોડિયામાં ભાજપની પેનલે જીત મેળવી છે. 

બાપુનગરમાં ભાજપની પેનલની જીત
બાપુરનગરમાં ભાજપની પેનલે જીત મેળવી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 3 અને ભાજપ પાસે એક જ બેઠક હતી. જ્યારે આ વખતે આખી પેનલે જીત મેળવી. 

બહેરામપુરામાં રિકાઉન્ટિંગ કરવામાં આવ્યું
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના ઉમેદવાર લતીફ રંગરેજની માત્ર 67 મતથી હાર્યા. જેના કારણે બહેરામપુરામાં રિકાઉન્ટિંગ કરવામાં આવ્યું છે. બહેરામપુરામાં કોંગ્રેસે જીત મેળવી છે. પોસ્ટલ બેલેટ સહિત 11 રાઉન્ડ ના અંતે કોંગ્રેસની જીત થઈ. કોંગ્રેસના કમળાબેન ચાવડા – 14800, તસ્નીમઆલમ બાવા સાહેબ – 12702, રફીક શેખ – 11913, શાહજહાબાનું અન્સારી – 13084. 

સરદારનગર વોર્ડમાં ભાજપની પેનલની જીત
સરદાર નગર વોર્ડમાં 12 રાઉન્ડના અંતે ભાજપની પેનલે જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવીાર ઓમપ્રકાશ તિવારી પાતળી સરસાઈથી હાર્યા. તેમને 16018 મત મળ્યાં. જ્યારે ચારેય જીતેલા ઉમેદવારોને મળેલા મતો કંચન પંજવાણી – 20386, ચંદ્રપ્રકાશ ખાનચંદાની – 18106, મિત્તલ મકવાણા – 16288, સુરેશ દાનાણી – 16159

 41 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર