ભાજપની મહિલા કોર્પોરેટરે સરકારી જમીન પર દબાણ કરી બનાવી ઓફીસ

સરકારી જમીન પર દબાણ કરવા નરોડાના ધારાસભ્ય બલરામ થાવાની અને અસારવા ના ધારાસભ્ય પ્રદીપભાઈ પરમારનો પૂરેપૂરો સાથ.

કુબેરનગર વોર્ડમાં તાજેતરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં વિજય બનેલી ભાજપની મહિલા કોર્પોરેટર ગીતાબા ચાવડાએ યુ સી ડી ની સરકારી જમીન ઉપર પોતાની ઓફીસ બનાવી છે.આ ઓફિસનો ગેર કાયદેસર દબાણ માટે નરોડા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાની અને અસારવા ના ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર ના પૂરા સહકારથી બાંધકામ કરવામાં આવ્યો છે.

કુબેરનગર વૉર્ડ વિસ્તારના મેઘાણી નગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે આવેલ અંબિકાનગરની બાજુમાં કોર્પોરેશનનું યુ.સી.ડી.સેન્ટર છે.આ સેન્ટરમાં ગરીબ મધ્યમ વર્ગની મહિલાઓ માટે સીવણકામ અને આંગણવાડી ચાલે છે.આ સરકારી જગ્યામાં તાજેતરમાં ચૂંટાઈ અવેલી મહિલા કોર્પોરેટેર ગીતાબા ચાવડાએ ધારાસભ્ય બલરામ થાવાની અને પ્રદીપભાઈ પરમાર ના ઈશારે પોતાની પાર્ટી ઓફીસ બનાવી દીધી છે.

આ મહિલા કોર્પોરેટરની ઓફિસના ઉદઘાટન માં અસારવા ના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ હાજર રહ્યા હતા.આ મહિલા કોર્પોરેટરને વિજય બન્યા ને છ માસ પણ થયા નથી.જીત બાદ એક પણ વાર વિસ્તારની મુલાકાતે પણ નીકળ્યા નથી.ચૂંટણીમાં થયેલ ખર્ચ કાઢવા ઉઘાડી લૂંટ ચાલુ પણ કરી દીધી છે.

અને બંન્ને ધારાસભ્ય ઓની હાજરીમાં ૩૦૦ થી પણ વધારે લોકોની ભીડ જમા કરીને પબ્લીકને કે અન્ય માણસોને ફોટા ના પાડવા દઈ આવા કોરોના કાળમાં સરકારના જ ધારાસભ્યો અને કોર્પોરેટર સરકારનાં જ નીતિનિયમોનું પાલન કરવાની જગ્યાએ કાયદાનો ભંગ કરેલ છે તો તેમની સામે સરકાર પગલાં લેશે કે નહિ તે જોવાનું રહ્યું. અને આ કોર્પોરેટર ગીતાં બા ચાવડા તેમની જીત પણ સરકારનું દબાણ લાવીને હાંસલ કરેલ હતી. આ રીતે સરકારી જમીન પચાવી પાડીને આ ધારાસભ્યોઅને કોર્પોરેટર સાબિત શું કરવા માંગે છે તે સમજાતું નથી. માટેજ કહેવામાં આવે છે ઘર બસા ભી નહિ ઓર લૂંટરે આ ગયે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

 309 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર