September 25, 2020
September 25, 2020

ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી

ભાજપના ધારાસભ્યએ સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરવા કરી અપીલ 

ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. સુરતના યુવાના ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. અત્યાર સુધી રાજ્યના 15થી વઘુ ઘારાસભ્યોને કોરોનાના ઝપેટમાં આવ્યા છે. હર્ષ સંઘવી અગાઉ તમામ ધારાસભ્યો કોરોનાને માત આપી ચૂક્યા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હર્ષ સંઘવી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. 

હર્ષ સંઘવીએ આજે સવારે ટ્વીટ કરીને લખ્યું છે કે, “આજે મેં કોવિડ 19 ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. હું સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. છેલ્લા કેટલાક દિવસોથી જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે તેમજ જરૂરી અન્ય કાળજી લે.”

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ છે. પ્રતિદિન એક હજારને પાર કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 90 હજારને પાર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 3 હજારની નજીક પહોંચ્યો છે.

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર