September 21, 2020
September 21, 2020

‘બ્લેક પેન્થર’ સ્ટાર ચૈડવિક બોસમેનનું નિધન, શોકમાં ડૂબ્યા ચાહકો

 છેલ્લા 4 વર્ષથી કેન્સર સામે લડી રહ્યો હતો હોલીવૂડ સ્ટાર ચૈડવિક બોસમેન

હોલીવૂડ સ્ટાર ચૈડવિક બોસમેનનું કેન્સરના કારણે 43 વર્ષની વયે નિધન થયું છે. માર્વલ સ્ટૂડિયોની ફિલ્મ બ્લેક પેન્થરમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર ચૈડવિક છેલ્લા 4 વર્ષથી આંતરડાના કેન્સર કેન્સર સામે લડી રહ્યો હતો. સારવાર દરમિયાન લોસ એન્જલસ ખાતે ચૈડવિકે અંતિમ શ્વાસ લીધા હતા.

સુપરસ્ટાર અભિનેતાના અવસાન પર તેમના પરિવાર દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં તે સાચા યોદ્ધા તરીકે વર્ણવવામાં આવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ” એક સાચા યોદ્ધા, ચેડવિકે તેના સંઘર્ષ દ્વારા, તમારી સુધી તે બધી ફિલ્મો પહોંચાડી, જેને તમે ખૂબ પ્રેમ આપ્યો.”

પરિવારે કહ્યું કે ચેડવિકે છેલ્લા 4 વર્ષમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ કર્યું અને આ બધું તેની ઘણી સર્જરી અને કીમોથેરાપી વચ્ચે થયું. પરિવારે કહ્યું હતું કે બ્લેક પેન્થર મૂવીમાં કિંગ ટી’ચાલાનું પાત્ર ભજવવું તેમના માટે સન્માનની વાત છે.

ચૈડવિકે ’42’ અને ‘ગેટ ઓન અપ’ જેવી ફિલ્મોથી ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ પછી, તેણે 2018 માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મ ‘Black Panther’ માં ટી-ચાલા / બ્લેક પેન્થરનું પાત્ર ભજવીને દર્શકોનું દિલ જીત્યું. ચૈડવિકની છેલ્લી ફિલ્મ ‘દા 5 બ્લડ્સ’ આ વર્ષે રિલીઝ થઈ હતી.

બાદમાં તે એવેન્જર્સ-ઈનફિનિટી વૉર અને એવેન્જર્સ-એન્ડ ગેમ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં ફરી બ્લેક પેન્થરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તેની અંતિમ ફિલ્મ ‘Da 5 Bloods’આ વર્ષે જ રિલીઝ થઈ હતી.

 110 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર