September 25, 2022
September 25, 2022

ક્ષતિગ્રસ્ત છે AN-32નું બ્લેકબોક્સ

અરુણાચલ પ્રદેશમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વાયુસેનાના AN-32 પ્લેનના બ્લેકબોક્સને નુકસાન થયું છે. આ કારણથી વાયુસેનાને દુર્ઘટનાનું વાસ્તવિક કારણ શોધવામાં વધુ સમય લાગી શકે તેમ છે. રક્ષા સૂત્રોએ એએનઆઈને જણાવ્યું અનુસાર ત્રણ દિવસ પહેલા પ્લેનના બ્લેકબોક્સ દુર્ઘટના સ્થળથી બહાર લાવવામાં આવ્યું હતું, તે ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે અને અમે વિશ્લેષણ કરી રહ્યા છીએ કે શું એચએએલ તેનાથી ફરી ડેટા પ્રાપ્ત કરી શકે છે અથવા તો તેને બીજી એજન્સીઓની પાસે મોકલવામાં આવશે.

સૂત્રોએ કહ્યું કે, પ્રથમ દૃષ્ટિએ એવું લાગી રહ્યું હતું કે દુર્ઘટના નેવિગેશન એરરના કારણે થઈ, પરંતુ વિસ્તૃત કારણોની જાણ ઘટનાની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ જાણી શકાશ. વિશ્લેષણ હજુ ચાલુ છે તેમજ પૂર્વ એર કમાન્ડર એર માર્શલ આરકે માથુરની બાંગ્લાદેશનો નિર્ધારિત પ્રવાસ પણ રદ કરવામાં આવ્યો છે, કારણ કે તેઓ મૃતકોના શબોને પરત લાવવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશનમાં વ્યસ્ત છે. પ્લેનના બ્લેકબોક્સને પર્વતારોહકોની એક ટીમે કબજામાં લીધા હતા અને 9 જૂને તેને સાઇટ પર મોકલ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 3 જૂને એરક્રાફ્ટ એએન-32 આસામના જોરહટથી ઉડાણ ભર્યા બાદ ગુમ થઈ ગયું હતું. પ્લેને અરુણાચલ પ્રદેશ માટે ઉડાણ ભરી હતી પરંતુ લગભગ 1 વાગ્યે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે તેનો સંપર્ક તૂટી ગયો. ત્યારબાદ આઠ દિવસ સુધી શોધ અભિયાન બાદ એએન-32 પ્લેનનો કાટમાળ મળી શક્યો હતો.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી