પાકિસ્તાનના ક્વેટામાં આવેલા ફ્રૂટ માર્કેટમાં બ્લાસ્ટ થતાં 16 લોકોનાં મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી વિગત મુજબ, ક્વેટાની નજીક હઝારજંગીમાં આ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં હઝારા સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે.
તો બીજી તરફ મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હાલ બ્લાસ્ટમાં ઈજા પામેલા તમામ લોકોને બોલાન મેડિકલ કોમ્પ્લેક્સ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
બલોચિસ્તાનના મુખ્યમંત્રી જામ કમાલે બ્લાસ્ટને સખત શબ્દોમાં વખોડ્યો હતો. તેમણે આશ્વાસન આપતા જણાવ્યું કે આ બ્લાસ્ટમાં સંડોવાયેલા લોકોની સામે આકરા પગલાં લેવાશે. આ સાથે વડાપ્રધાન ઈમરાન ખાને પણ એક બ્લાસ્ટની ટીકા કરી હતી અને આ ઘટનાનો રિપોર્ટ માંગ્યો હતો.
35 , 1