ઉપલેટાની કટલેરી બજારમાં બ્લાસ્ટ, પિતા-પુત્રનું મોત

બ્લાસ્ટનું કારણ અકબંધ, પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટ જિલ્લાના ઉપલેટાના કટલેરી બજારમાં ભંગારના ડેલામાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં પિતા-પુત્રના મૃત્યુ થયા છે. ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે. બ્લાસ્ટ કયા કારણે થયો તે બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્લાસ્ટ થતાં આજુબાજુમાં નાસભાગ મચી ગઈ હતી. 

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ઉપલેટા કટલેરી બજારમાં ભંગારની દુકાનમાં કામ કરતા બે વ્યક્તિઓના મોત થયા છે. રહીશ રજાક કાણા (ઉ.વ. ૨૭), રજાક અજિત કાણા (ઉ.વ. ૬૦)નું મોત થયું છે. ઘટના અંગેની જાણ થતાં પોલીસ, 108 ઘટના સ્થળે દોડી આવી હતી. બન્ને વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. બ્લાસ્ટ થતાં લોકોના અને વ્યક્તિઓના ટોળા એકઠા થઈ ગયા હતા. બ્લાસ્ટ થવાનું કારણ આકબંધ, તપાસ અને કાર્યવાહી શરૂ થઈ છે. 

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી