સેનાના જવાનોને લઇ જતી ટ્રેનમાં બોમ્બ ધડાકો…

રાયપુર રેલવે સ્ટેશન પર બનેલી ઘટના, નક્સલવાદીઓનો હોઇ શકે હાથ…!

સામન્ય રીતે સેનાના જવાનોને લઇ જતા વાહનો કે ટ્રેનની પૂરેપૂરી ચકાસણી થતી હોય છે. અને ઘણીવાર તેની માહિતી પણ ગોપનીય રખાતી હોય છે. તેમ છતાં છત્તીસગઢના રાયપુર રેલવે સ્ટેશને જવાનોને લઇ જતી એક ટ્રેનમાં બોમ્બ ધડાકાની ઘટનાએ સૌને ચોકાવ્યા છે. આ બોમ્બ ધડાકાની પાછળ નક્સલવાદીઓનો હાથ હોવાની આશંકા છે.

રાયપુર રેલવે સ્ટેશન પર ઉભેલી એક ટ્રેનમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં સીઆરપીએફના 6 જવાન ઘાયલ થયા છે. સવારે લગભગ સાડા 6 વાગે પ્લેટફોર્મ નંબર 2 પર ઘટના બની છે. જેમાંથી એક જવાન ગંભીર રુપથી ઘાયલ થયો છે.  તેને સારવાર માટે રાયપુરના શ્રી નારાયણા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસ પ્રશાસન દ્વારા અન્ય ઘાયલ જવાનોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. 

વિગત મુજબ, 211 જવાનો સાથે જમ્મુ જઈ રહેલી સીઆરપીએફની સ્પેશ્યલ ટ્રેનમાં ધડાકો થયો હતો.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી