લુધિયાણાની કોર્ટમાં બ્લાસ્ટ, મહિલા સહિત બેના મોત

 ધડાકો એટલો ભીષણ હતો કે આખું બિલ્ડિંગ હલી ગયું..

પંજાબના લુધિયાણાની કોર્ટમાં મોટો વિસ્ફોટ થતા હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ લુધિયાણા જિલ્લા કોર્ટ પરિસરમાં ત્રીજા માળે આ  વિસ્ફોટ થયો છે. જેમાં એક મહિલા સહિત બેના મોત થયા છે તથા અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ લુધિયાણાની કોર્ટના ત્રીજા માળે 9 નંબરની કોર્ટના વોશરૂમ નજીક આ ધડાકો થયો. જેમાં બે વ્યક્તિના મોત થયા. કહેવાય છે કે આ ધડાકો એટલો ભીષણ હતો કે આખું બિલ્ડિંગ હલી ગયું. વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. લોકો પોતાના જીવ બચાવવા માટે આમ તેમ ભાગી રહ્યા છે. ધડાકાના કારણે પાર્કિંગમાં ઊભેલા કારો પણ ડેમેજ થઈ. 

હાલ જો કે કોર્ટમાં વકીલોની હડતાળ ચાલુ છે એટલે કોર્ટમાં વધુ ભીડ નહતી. આ ધડાકો કોઈ બોમ્બ વિસ્ફોટનો હતો કે પછી સિલેન્ડર ફાટ્યું તે સ્પષ્ટ થયું નથી. 

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી