અયોધ્યામાં બ્લાસ્ટની ધમકી, યુપી પોલીસ હાઈએલર્ટ

અમદાવાદના યુવકે ધમકી આપી હોવાની આશંકા

અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસતંત્ર અને ગુપ્તચર એજન્સી દોડતી થઈ છે અને અયોધ્યામાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અમદાવાદનાં યુવકે 112 નંબર પર ફોન કરીને અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. ગુરુવારે આ ધમકીભર્યો ફોન આવ્યા બાદ અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીએ પોલીસ સાથે મળીને આ મામલે તપાસ શરૂ કરી છે.

બ્લાસ્ટની ધમકી આપનાર અમદાવાદનો હોવાની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ધમકી મળ્યા બાદ અયોધ્યામાં સ્થાનિક પોલીસ સર્તક થઇ ગઇ છે. અયોધ્યા ધામના પ્રવેશ દ્રારા પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ લોકોના આઇડી પ્રૂફ જોઇને જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 

જોકે રામ જન્મ ભૂમિ ક્ષેત્રની સુરક્ષા વધારવામાં આવી, બીજી તરફ ખૂણે ખૂણે બ્લૈક કૈટ કમાન્ડોની ટુકડી ગોઠવી દેવામાં આવી છે. પોલીસના અધિકારીઓએ મોટી સંખ્યામાં પોલીસબળની યલો ઝોનમાં રૂમ માર્ચ કરી. તમામ સુરક્ષાના પોઇન્ટ એક્ટિવ કરવામાં આવ્યા છે. ક્ષેત્રાધિકારી અયોધ્યાના નેતૃત્વમાં સંપૂર્ણ યલો ઝોન પર એટીએસની ટીમે નિરીક્ષણ કર્યું. અયોધ્યાના તમામ બેરિયર પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 

આ પહેલાં ગત મહિને યૂપી પોલીસને ગુપ્ત એલર્ટ મળ્યું હતું. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નામથી મળેલા ધમકીભર્યા પત્રમાં લખનઉ, અયોધ્યા, કાનપુર, વારાણસી સહિત 46 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી. આ ગુપ્ત એલર્ટ બાદ રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારવામાં આવી હતી. લખનઉ, કાનપુર, સહિત ઘણા રેલવે સ્ટેશનો  પર આરપીએફ, જીઆરપી અને પોલીસ ઉપરાંત ડોગ સ્ક્વોર્ડએ પણ નિરિક્ષણ કર્યું હતું. સઘન તલાશી પણ ચલાવવામાં આવી રહી છે. 

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી