સાબરકાંઠાઃ ગુજરાત પોલીસ લાઈન બોય હેલ્પ સેન્ટર ખાતે રક્તદાન શિબિરનું આયોજન..

સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ગુજરાત પોલીસ લાઈન બોય હેલ્પ સેન્ટર અને હિંમતનગર સિવિલ હોસ્પિટલનાં સ્ટાફનાં સાથ અને સહકારથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે અવાર-નવાર હિંમતનગર નવી સિવિલ ખાતે પડતી લોહીની અછતને ધ્યાને રાખી અને સેવા ભાવ સમજીને આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન શિબિરમાં સાબરકાંઠા જિલ્લાના પોલીસ પરિવારના સભ્યો અને હિંમતનગર શહેરના હિન્દુ-મુસ્લિમ તમામ જ્ઞાતિના સભ્યોએ હળી મળીને રક્તદાન શિબિરમાં ભાગ લીધો હતો . અને કુલ 30 બોટલ રક્ત દાન કરવામાં આવ્યું હતું.માણસના જીવનમાં કોઈ પણ પ્રકારનું દાન કરવું હોય તો પણ માણસ જોડે પૈસા સુખ-સમૃદ્ધિ હોય તો દાન કરી શકે, પણ રક્તદાન એવું દાન છે કે કોઈપણ ગરીબ માણસ કે અમીર માણસ પોતાની ઈચ્છા શક્તિ થી કરી શકે છે, માણસના જીવનમાં રક્તદાન એજ મહાદાન છે

આ રક્તદાન શિબિરમાં હાજર રહેનાર તમામ પોલીસ પરિવારના અને હિંમતનગર શહેરના નાગરિકોને ગુજરાત પોલીસ લાઈન બોય હેલ્પ સેન્ટરના ગુજરાત પ્રમુખ ગિરધારીસિંહ નટવરસિંહ રહેવરે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ લાઈન બોય હેલ્પ સેન્ટર ગ્રુપ ની શરૂઆત સાબરકાંઠા જિલ્લાથી થઈ હતી અને અત્યારે ગુજરાતના 20 જિલ્લામાં આ ગ્રુપની સ્થાપના થઈ ચૂકી છે.આ ગ્રુપ કોઈપણ માણસ માટે અથવા તો કોઈપણ પશુ પક્ષીઓ માટે આકસ્મિત સમયે તેમની મદદ કરવા માટે બનાવ્યું છે..

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી