બિહાર : ગોપાલગંજમાં રસીકરણ દરમ્યાન મારામારી, એકબીજા પર લોકોએ ફેંકી ખુરશીઓ

ભીડને કાબૂ કરવા પોલીસને કરવો પડ્યો હળવો લાઠીચાર્જ

બિહારના ગોપાલગંજમાં રસીકરણ દરમ્યાન ભારે ધક્કામુક્કીની સાથે મારા મારીની દ્રશ્યો સર્જાય હતા. ગોપાલગંજ આંબેડકર ભવન ખાતે મોટી સંખ્યામાં લોકો રસી લેવા પહોંચ્યા હતા. આ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા. વેક્સિન લેવામાં માટે લાઇનમાં ઉભેલા લોકોએ ધક્કામુક્કી કરવા લાગ્યા હતા. તો બીજી તરફ હોબાળો જોઇ સ્વાસ્થ્યકર્મીઓ ભાગી ગયા હતા. આ ઘટના બાદ ભીડને કાબૂ કરવા પોલીસને હળવો બળ પ્રયોગ કરવો પડ્યો હતો.

રસી મેળવવા માટે અચાનક મોટી સંખ્યામાં લોકો ગોપાલગંજના આંબેડકર ભવન ખાતે એકઠા થયા હતા. લોકોને કલાકો સુધી કતારોમાં ઉભા રહેવું પડ્યું હતું. દરમિયાન, અચાનક ધક્કા મુક્કી શરૂ થઇ હતી. ગુસ્સે ભરાયેલા યુવકોએ એકબીજા પર ખુરશીઓ ફેંકવા લાગ્યા હતા. જેના કારણે સ્થળ પર ભારે અફરા તફરી મચી ગઇ હતી.

ભારે હોબાળો થતાં સ્વાથ્યકર્મીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. તો બીજી તરફ મામલાનો થાળે પાડવા પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

 92 ,  1