September 18, 2021
September 18, 2021

BMC ચૂંટણી : માયાનગરીના મેયર રિતેશ દેશમુખ કે સોનુ સુદ હશે?

આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘હું કોમન મેન તરીકે જ ખુશ છું’

કોંગ્રેસે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી માટે કમર કસી રહી છે જેને પગલે પાર્ટીએ પોતાનું ખોવાયેલું મેદાન પાછું મેળવવા માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. પાર્ટીએ કોર્પોરેશનનની ચૂંટણી જીતવા માટે હાઈકમાન્ડને સૂચન કર્યુ છે કે કે મેયર પદના ઉમેદવારોની જાહેરાત ચૂંટણી પહેલા જ કરવી જોઈએ. એટલું જ નહીં, એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર અને અભિનેતા રિતેશ દેશમુખ, મોડેલ મિલિંદ સોમન અને કોરોનાકાળ દરમિયાન લોકોની મદદ માટે દિલ જીતનારા અભિનેતા સોનુ સૂદ જેવા નામાંકિત નામો પર વિચાર કરવામાં આવે.

જો કે, રણનીતિ દસ્તાવેજમાં નામ આપવામાં આવેલા જે પૈકી આ ત્રણયે કોંગ્રેસન સભ્ય નથી. 25 પાનાનો આ દસ્તાવેજ શહેર કોંગ્રેસના સચિવ ગણેશ યાદવે તૈયાર કર્યો હતો અને સત્તાવાર રીતે પક્ષના નેતાઓ સમક્ષ રજૂ થવાનો બાકી છે. આગામી કેટલાક દિવસોમાં આ દસ્તાવેજ મહારાષ્ટ્રના પ્રભારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી (AICC)ના સચિવ એચ.કે. પાટિલને સામે રજૂ કરવામાં આવશે.

આ દસ્તાવેજમાં કહેવાયુ છે કે, હાલમાં શિવસેના મુંબઈ કોર્પોરેશનમાં સત્તા પર છે અને શિવસેનાને લઈને પાર્ટીએ પોતાનુ વલણ સ્પષ્ટ કરવુ જોઈએ. કોંગ્રેસ જો એકલા હાથે ચૂંટણી લડવા માંગતી હોય તો તેણે તમામ બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત કરવાની પણ જરૂર છે.

સોનુ સૂદે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટર દ્વારા લખ્યું કે આ અહેવાલોમાં કોઈ સત્ય નથી. હું કોમન મેન તરીકે જ ખુશ છું.

 48 ,  1