September 28, 2020
September 28, 2020

સુશાંત કેસની તપાસ માટે મુંબઇ પહોંચેલા પટનાના SPને BMCએ કર્યા ક્વૉરન્ટીન, બિહારના DGP નારાજ

BMCને કોરોના સંક્રમણની વાત કરીને પટનાના SPને બળજબરીપૂર્વક કર્યા ક્વૉરન્ટીન

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યાના મામલાની તપાસ માટે મુંબઇ પહોંચેલા પટના SP વિનય તિવારીને 14 દિવસ જબરદસ્તી ક્વૉરન્ટીન માટે મોકલી દેવામાં આવ્યા છે. SP તિવારી રવિવારે જ મુંબઈ પહોંચ્યા હતા. અહીં તેમણે તેમની પહેલેથી હાજર ટીમ સાથે બેઠક કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે મોડી રાત્રે SP વિનય તિવારી તેની ટીમ સાથે સુશાંત સિંહ રાજપૂત સાથે સંકળાયેલા શંકાસ્પદની પૂછપરછ કરી રહ્યો હતા. આ સમય દરમિયાન, BMCની ટીમ ત્યાં પહોંચી હતી અને SPને ક્વોરેન્ટાઇનનો હવાલો આપ્યો હતો.અને પછી તેમના હાથ પર સ્ટેમ્પ લગાવ્યો હતો.

બિહાર પોસીસ એસોસિએશનના અધ્યક્ષનો આરોપ લગાવતા કહ્યું કે દેશમાં માટે ખાખી એક જ છે જે કાનૂની રક્ષા કરે છે અને તે ન્યાયનું પ્રતીક છે. બિહાર પોલીસે કહ્યું કે અમારા અધિકારીના હાથ પર ક્વૉરન્ટીન મોહર લગાવવામાં આવી છે.

બિહારના DGP ગુપ્તેશ્વર પાંડેએ પણ SPના હાથમાં લગાવેલા મોહરનો ફોટો ટ્વીટ કર્યો છે.

ગુપ્તેશ્વર પાંડેએ એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘આ બિહાર કેડરના આઈપીએસ અધિકારી વિનય તિવારી છે, જેને મુંબઈમાં આજે રાત્રે 11 વાગ્યે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

બીજી તરફ મુંબઇના પોલીસ કમિશ્નર પરમ વીર સિંહે રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેથી મુલાકાત કરી હતી અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં તપાસ હજી સુધી ક્યાં પહોંચી તે અંગે તેમને જાણકારી આપી હતી. સાથે જ બિહાર પોલીસની મુંબઇમાં હાજરી અને સોશિયલ મીડિયામાં આ પર ચાલી રહેલી અફવાને લઇને પણ જાણકારી આપી હતી.

ગૃહ વિભાગના સુત્રોએ જણાવ્યું કે મુંબઇ પોલીસ કમિશ્નરે પહેલા ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે વાત કરી તે પછી તે મુખ્યમંત્રીથી મળ્યા હતા.

 89 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર