September 21, 2020
September 21, 2020

કંગનાની ઓફિસમાં BMCએ શરૂ કર્યું તોડફોડ, કહ્યું – POK બની ગઇ મુંબઇ

BMCની કાર્યવાહી પર કંગનાનું ટ્વીટ, મારી ઓફિસ ઓફિસ નહીં, મારા માટે મંદિર સમાન

શિવસેના નેતાઓની ધમકી વચ્ચે અભિનેત્રી કંગના રનોત બુધવારે Y પ્લસ સુરક્ષામાં આજે બપોરે 2 કલાકે મુંબઈ પહોંચી રહી છે. તો બીજી તરફ બીએમસીએ કંગનાની ઓફિસની બહાર નોટિસ લગાવી હતી. ઓફિસમાં તોડફોડની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કંગનાના મુંબઈ વાળા ઘરની બહાર મુંબઈ પોલીસ પણ તૈનાત છે. તો સીઆરપીએફની એક ટીમ પણ કંગનાના ઘર પર હાજર છે. જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા કરી દેવામાં આવી છે. 

બોલીવુડ અભિનેત્રી કંગના રનોતને ઉદ્ધવ ઠાકરે સરકાર સાથે વિવાદ કરવો ભારે પડી ગયો છે. બીએમસીએ બાંદ્રા વેસ્ટ પાલી હિલ રોડ પર સ્થિત કંગના રનોતના ગેરકાયદેસર નિર્માણ પામેલી ઓફિસમાં તોડફોડ કરવાની શરૂ કરી દીધી છે. બીએમસીની ટીમ જેસીબી અને મજૂરોની સાથે કંગનાની ઓફિસે પહોંચી છે અને ગેરકાયદેસર નિર્માણને તોડવામાં આવી રહ્યું છે. આ વચ્ચે કંગનાએ બીએમસીની ટીમને બાબરની સેના કહી છે. 

BMCની કાર્યવાહી પર કંગનાએ મહારાષ્ટ્ર સરકાર અને બીએમસીને ફરી એક વાર પાકિસ્તાન સાથે સરખાવ્યા છે, તેને ફરીવાર ટ્વીટ કરતા કહ્યું છે કે મેં ક્યારેય ખોટું કર્યું નથી અને દુશ્મનોએ ફરીથી સાબિત કર્યું છે કે મુંબઈ POK બની ગયું છે. અન્ય એક ટ્વીટમાં કંગનાએ બીએમસી અને તેના કર્મચારીઓને બાબર અને તેની સેના સાથે સરખાવ્યા હતા.

આ અંગે બીએમસીના ઓફિસરોએ કહ્યું કે, કંગનાની ઓફિસની અંદર ઘણા ગેરકાયદેસર નિર્માણ કરવામાં આવ્યા છે અને તેથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીએમસીનો દાવો છે કે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર ઘણા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે. તેને તોડવા માટે બીએમસીની ટીમ પહોંચી છે. 

કંગના રનૌતે મણિકર્ણિકા ફિલ્મને યાદ કરતા ટ્વીટર પર લખ્યું છે મણિકર્ણિકા ફિલ્મસમાં ફિલ્મ અયોધ્યાની જાહેરાત કરવામાં આવી હતી. આ મારા માટે માત્ર એક ઇમારત એક મકાન ન હતું. મારા માટે તે રામ મંદિર હતું, આજે ત્યાં બાબર આવ્યો છે. આજે ઇતિહાસનું પુનરાવર્તન થયું. રામ મંદિર ફરી તૂટ્યું. પરંતુ યાદ રાખ બાબર આ મંદિર ફરી બનશે, જાય શ્રી રામ.

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર