ધોરણ 10 -12 વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, બોર્ડની પરીક્ષા ફી કરાઈ જાહેર

જાણો નિયમિત અને રિપીટર વિદ્યાર્થીઓએ કેટલી ફી ભરવી પડશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાની ફી જાહેર કરાઇ છે. આગામી વર્ષ 2022માં યોજાનારી બોર્ડની પરીક્ષા માટે ફીના દર નક્કી કરાયા. જો કે, આ ફીમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના દર એક સરખા જ છે. તદુપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓની ખાનગી ઉમેદવાર નિયમિત માટે 730 રૂપિયા ફી નક્કી કરાઈ છે જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થી માટે ૪૯૦ રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.

ધોરણ-10ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પણ જાહેર

 • નિયમિત વિદ્યાર્થી માટે 355 રૂપિયા ફી
 • ખાનગી ઉમેદવાર નિયમિત માટે 730 રૂપિયા ફી
 • નિયમિત રીપીટર ૩ વિષયની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે 345 રૂપિયા ફી
 • ખાનગી રીપીટર વિદ્યાર્થી ત્રણ વિષય કરતા વધુમાં નાપાસ હોય તેમની માટે 345 ફી
 • નિયમિત રિપીટર (એક વિષય) 130
 • નિયમિત રિપીટર (બે વિષય) 185 રૂપિયા ફી
 • નિયમિત રિપીટર ( ત્રણ વિષય) 240 રૂપિયા ફી
 • નિયમિત રિપીટર ( ત્રણ કરતા વધુ વિષય) 345 રૂપિયા ફી

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી જાહેર

 • નિયમિત વિદ્યાર્થી માટે ૪૯૦ રૂપિયા ફી
 • નિયમિત રીપીટર ૩ વિષયની પરીક્ષા આપનાર વિદ્યાર્થીને એટલે 490 રૂપિયા ફી
 • ખાનગી રીપીટર વિદ્યાર્થીને ત્રણ વિશે કરતા વધુ માં નપાસ હોય છે ૪૯૦ ફી

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી