September 24, 2020
September 24, 2020

રાજસ્થાન : ચંબલ નદીમાં નાવ પલટી, 10 લોકોના મોત : અનેક લાપતા, જુઓ Video

ચંબલ નદીમાં 40 લોકોથી ભરેલી નાવ પલટી,  રેસ્ક્યૂ ઓપરેશન જારી

રાજસ્થાનમાં કોટા જિલ્લાના ખાતૌલી થાના ક્ષેત્રેમાં ચંબલ નદીમાં એક નાવ પલટી જતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 10 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેલ લોકો લાપાતા થયા છે આ સાથે 20 વધુ લોકોનો આબાદ બચાવ થયો છે. મળતી વિગત મુજબ દુર્ઘટાનાનો ભોગ બનેલી હોડીમાં આશરે 40થી વધુ લોકો સવાર હતા. આ તમામ લોકો કમલેશ્વર ધામ જવા માટે બોટમાં બેસીને ચંબલ નદી પાર કરી રહ્યા હતા. તે દરમિયાન હોડી પલટી હતી.

મળતી વિગત અનુસાર હાલમાં 10 લોકોના મૃતદેહ મળ્યાં છે. જો કે હજુ સુધી બાકીના લોકોની શોધ કરી રહ્યાં છે. હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ નજીકના વિસ્તારોમાંથી ગામલોકો મદદ માટે દોડી આવ્યા હતા.

ઘટના કમલેશ્વર ધામ તરફ જતા ગોથલા કલા નજીક બની હતી. જણાવી દઈએ કે આ અકસ્માતમાં ડૂબી ગયેલા 30 લોકોમાંથી 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને દસ લોકો હજી લાપતા છે. ઘટનાની માહિતી મળતાં પોલીસ અને વહીવટીતંત્ર બંને ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

 74 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર