બોડેલી : દારૂના અડ્ડા બંધ કરાવવા મહિલાઓ રણચંડી બની….

ગુજરાતમાં નશાબંધી માત્ર કાગળ ઉપર છે અને ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે. તેનો વધુ એક પુરાવો છોટાઉદેપુર જીલ્લાના બોડેલી પોલીસ મથક વિસ્તારમાં સ્થાનિક મહિલાઓ દ્વારા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા બોડેલી પોલીસ મથકે મચાવેલો હોબાળો પુરાવો છે.

પરિવારમાં ગેરકાયેદ્સર દારૂના વ્યસનથી સૌથી વધુ અસર મહિલાઓને થાય છે તેથી બોડેલી તાલુકામાં દેશી દારૂના 20 થી વધુ અડ્ડાઓ ચાલી રહ્યા હોવાનો ખુલ્લો આક્ષેપ ભીલવાણીયા ગામની મહિલાઓએ કર્યો છે આ ગામના ચલામલી આઉટપોસ્ટમાં ફરજ બજાવતા પોલીસ દ્વારા પગલાં નહિ લેવાતા છેવટે પોતાના પરિવારને બચાવવા ભીલવાણીયા ગામની મહિલાઓએ બોડેલી પોલીસ મથકે જઈને હોબાળો મચાવ્યો હતો. અને ગામના દેશી દારૂના 20 થી વધુ અડ્ડાઓ ચાલી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. તેમની રજૂઆત સાભળીને પોલસ મથકના ઉચ્ચ સત્તાવાળાઓ ચોકીઉઠ્યા હતા મહિલાઓએ એવી પણ રજૂઆત કરી હતી કે ગામમા પોલીસ આવે છે પરંતુ દારૂના અડ્ડા બંધ કરાવતી નથી પરિણામે ગામમાં કેટલાય પરિવારો દારૂના નશામાં બરબાદ થઇ ગયા છે મહિલાઓનું આ રણચંડી રૂપ જોઇને પોલીસ પણ સ્તબ્ધ થઇ હતી અને તાકીદે પગલાં ભરવાની ખાતરી આપી હતી.

પ્રતિનિધિ : રફીક મકરાણી, છોટાઉદેપુર.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી