6 વર્ષની બાળકી સાથે માતાની ઘરમાંથી મળી લાશ, પતિની અટકાયત

વડોદરા શહેરના સમા વિસ્તારનો બનાવ

વડોદરામાં હજું જો મહેંદી હત્યા કેસમાં પોલીસ તપાસ કરી રહી છે તેવામાં સમા વિસ્તારમાં એક ચોંકવનારો બનાવ સામે આવ્યો છે. જેમા એક યુવતીનો પુત્રી સાથે ઘરમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે.

શહેરના સમા વિસ્તારમાં 35 વર્ષીય યુવતીની પુત્રી સાથે શંકાસ્પદ હાલતમાં ઘરમાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. માતા-પુત્રીનું મોત થયું હોવાની જાણકારી મળતાં પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે બંનેના મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ ઘર જમાઇ તરીકે રહેતા પતિની પોલીસે અટકાયત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. 

શહેરના સમા વિસ્તારમાં ચંદન પાર્ક સોસાયટીમાં આવેલા બે માળના મકાનમાંથી 35 વર્ષીય શોભના અને 5 વર્ષીય પુત્રી કાવ્યાનું મોત થયું છે. પરીવાજનો જ બંન્નેને લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં બંનેને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. 

હાલ, બંનેના મૃતદેહ પીએમ રૂમમાં રાખવામાં આવ્યા છે. એસીપી ભરત રાઠોડે નિવેદન આપ્યું હતું કે, હાલમાં બંને માતા પુત્રીના શંકાસ્પદ મૃતદેહો મળ્યા છે. પીએમ બાદ જ મોતનું કારણ સામે આવશે. મહિલાના પતિની પોલીસે અટકાયત કરી છે. મૃતક મહિલાનો પતિ ઘર જમાઈ તરીકે રહેતો હતો. આજે વહેલી સવારે 2 વાગ્યે બંનેને ગોપીનાથ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં બંનેને મૃત જાહેર કરતાં સમા પોલીસે એડી દાખલ કરી છે. હાલ બંનેને પીએમ માટે લઈ આવ્યા છીએ. પતિ-પત્ની વચ્ચે સામાજિક પ્રશ્નો મુદ્દે તકરાર થતી હતી. પીએમ નોટ આવે પછી જ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી