કોરોના વોર્ડમાં ફરજ બજાવતી નર્સની પતિએ આડા સંબંધના વહેમમાં કરી હત્યા

ફિલ્મી ઢભે પીછો કરી પતિએ માથામાં ફટકો મારીને નર્સ પત્નીને મોતને ઘાટ ઉતારી..

ચાલુ એક્ટીવા પર પતિએ પાછળથી માથામાં માર્યો હતો ફટકો મારી

વડોદરા શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાના માથામાં પતિએ ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ મામલે પોલીસે સઘન તાપાસ હાથ ધરી હત્યારા પતિને ઝડપી પાડ્યો હતો. મહિલા મોડી રાત્રે પોતાના એક્ટિવા ઉપર નોકરી જવા માટે નીકળ્યા હતા. તે સમયે ન્યુ વીઆઇપી રોડ ઉપર પતિએ ફિલ્મી ઢબે હુમલો કર્યો હતો. પત્નીના આડા સંબધના વહેમમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.

કોરોના વોર્ડમાં ફરજ બજાવતા, ન્યૂ વીઆઈપી રોડ પર રહેતા શિલ્પા પટેલ ખોડિયારનગર પાસે લોહીલુહાણ હાલમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ત્યારે પ્રથમ દ્રષ્ટિએ અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવવમાં આવ્યું હતું. જો કે પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં પતિ જયેશભાઇ પટેલ જ આ પગલું ભર્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

ઘટનાની વિગત મુજબ, ન્યૂ વીઆઈપી રોડ પર રહેતા શિલ્પા પટેલ મૂળ મેન્ટલ હૉસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતા હતા. હાલ તેમણે ગોત્રી હૉસ્પિટલમાં કોવિડની ડ્યૂટી આપવામાં આવી હતી. જેથી તેઓ શુક્રવારે સાંજે પોતાના ટુ વ્હિલર પર ગોત્રી હૉસ્પિટલ જઇ રહ્યાં હતા. તે દરમિયાન આજવારોડ ખાતે આવેલા વૈકુંઠ-2 સોસાયટીનાં દરવાજા પાસેથી લાશ મળી હતી.

દરમિયાન પોલીસને મહિલાની હત્યા થઇ હોવાની પ્રાથમિક વિગતો મળતા તપાસ શરૂ કરી હતી. જેમાં મહિલા આજવા રોડ ઉપર આવેલ અમરદીપ હોમ્સના રહેવાસી અને ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હોવાની વિગતો મળી હતી. મહિલાનું નામ ખૂલ્યા બાદ પોલીસે વધુ તપાસ કરતા પતિએ પત્નીના આડા સંબંધના વહેમમાં હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો હતો. હરણી પોલીસની વધુ તપાસમાં શિલ્પાબહેન પટેલના પતિ જયેશભાઇ પટેલ પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હોવાની વિગતો બહાર આવી હતી.

શિલ્પાબહેન રાત્રે ઘરેથી પોતાની એક્ટીવા લઇને નોકરી જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન પતિ જયેશ પટેલે પીછો કર્યો હતો અને ન્યૂ વીઆઇપી રોડ વૈંકુઠ-2 સોસાયટી પાસેથી પત્નીના માથામાં પાછળથી બોથડ પદાર્થનો ફટકો મારી ફરાર થઇ ગયો હતો. ચાલુ એક્ટીવા ઉપર શિલ્પાબહેનને માથામાં ફટકો વાગતા જ તેઓ સ્થળ પર ફસડાઇ પડ્યા હતા અને સ્થળ પર મોતને ભેટ્યા હતા.

પોલીસે આ મામલે પત્નીની હત્યા કરનાર શિક્ષક પતિ જયેશ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

 250 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર