કાશ્મીરમાં એક વર્ષથી લાપતા જવાનનો મળ્યો મૃતદેહ..

આતંકીઓએ કર્યુ હતુ અપહરણ

જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી લાપતા જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. એક વર્ષ પહેલા જવાન લાપતા થયો હતો. કહેવામાં આવે છે કે, જવાનનું આતંકીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જવાનનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો છે.

પોલીસનુ કહેવુ છે કે, કુલગામ જિલ્લામાંથી મળી આવેલો મૃતદેહ શાકિર મંજૂર વાગેનો હોઈ શકે છે. ગયા વર્ષે મંજૂર વાગેનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. બકરી ઈદ નિમિત્તે ઘરે આવેલા આ જવાનને આંતકીઓએ ઉઠાવી લીધો હતો અને તેની કાર પણ ફૂંકી મારી હતી.

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયુ હતુ. જોકે એ પછી પણ તેનો પતો લાગ્યો નહોતો. હવે એક વર્ષ પછી તેનો મૃતદેહ મળી આવ્યો છે અને આ મામલામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

લાપતા જવાન વાગેના પરિવારજનોનુ કહેવુ છે કે ,અમે મૃતદેહની ઓળખ કરી છે અને આ મૃતદેહ શાકીર મંજૂર વાગેનો જ છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી