September 19, 2020
September 19, 2020

સુરત : જહાંગીરપુરામાં ઝડપાયું બોગસ કોલ સેન્ટર, 6 યુવતી સહિત 19ની ધરપકડ

 કંપનીમાં રોકાણ કરવાની વાત કહી લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા

સુરત શહેરમાં જહાંગીરપુરા વિસ્તારમાં બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. આરોપીઓ રોકાણના નામે નાગરિકો પાસેથી પૈસા પડાવતા હતા. આ મામલે પોલીસે 19 લોકોની ધરપકડ કરી છે. જ્યારે કૉલ સેન્ટર ચલાવતા ભાઈ-બહેન હાલ ફરાર છે.

જહાંગીરપુરા પોલીસ સ્ટેશનથી બે કિલોમીટરના વિસ્તારમાં ગ્રીન એરિસ્ટો પ્લાઝામાં ત્રીજા માળે ચાલતા કોલ સેન્ટર પર સોમવારે પીસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે ત્યાંથી 6 યુવતીઓ સહિત 19 લોકોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓ લોકોને કોલ કરી શેરબજાર જેવી પોતાની બનાવેલી કંપનીમાં રોકાણ કરવાની વાત કરતા હતા. આ ટોળકી શરૂઆતમાં લોકોને રોકાણ કરાવી થોડો ઘણો નફો બતાવી બાદમાં મોટી રકમ રોકાણ કરાવતા હતા

કોલ સેન્ટર ચલાવનારમાં માસ્ટર માઇન્ડ વિક્કી મહેતા અને તેની બહેન નેહા મહેતા છે. જે હાલ પોલીસ પકડથી દુર છે. દરોડા દરમિયાન પીસીબીએ 55થી વધુ મોબાઇલફોન, 8 લેપટોપ, 4 કોમ્યુટર, એક ટેબલેટ, કાર્ડ સ્કેચનું મશીન અને પ્રિન્ટર સહિતનો મુદામાલ કબજે કર્યો છે. તો બીજી તરફ જહાંગીરપુરામાંથી કોલ સેન્ટર પકડી પાડતા સ્થાનિક પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

પોસીસની પ્રાથમિક તપાસ મુજબ, છેલ્લા સાતેક મહિનાથી આ કોલ સેન્ટર ભાડેની ઓફિસમાં ચાલતું હતું. માસ્ટર માઇન્ડ બંને ભાઈ-બહેન યુવક-યુવતીઓને કસ્ટમરો સાથે કેવી રીતે વાત કરવાની અને કેવી રીતે રોકાણ કરવા પ્રલોભન આપવી તે માટેની ખાસ ટ્રેનિંગ પણ આપતા હતા. સ્ટાફને શેરબજારમાં ટ્રેડીંગ નામે નોકરીએ રાખ્યા હતા.

હાલ આ મામલે પોલીસે 19 આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ કરી છે. તો બીજી તરફ ફરાર એવા ભાઇ-બહેન વિક્કી મહેતા અને નેહા મહેતાની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર