બિહારમાં નૂડલ્સની ફેક્ટરીમાં બોયલર બ્લાસ્ટમાં 10 લોકો જીવતા ભૂંજાયા, અનેક ઈજાગ્રસ્ત

વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ચાર કિમી સુધી ધરા ધ્રૂજી ઉઠી

બિહારના મુઝફ્ફરપુરમાં આજે એક મોટી દુર્ઘટના ઘટી છે. બેલા ઔદ્યોગિક વિસ્તારમાં મોદી કુરકુરે અને નૂડલ્સ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું જે બાદ 10થી વધુ લોકોના કરૂણ મોત થયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. નજીકની ફેક્ટરીઓના લોકોને ઈજા થઈ હોવાના પણ અહેવાલ છે. એસપી-ડીએમ સહિત ઘણા ટોચના અધિકારીઓ સ્થળ પર પર પહોંચ્યા છે અને આશંકા છે કે મૃત્યુ આંક વધી શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે બોઈલરનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ 5 કિલોમીટર સુધી સંભળાયો. બ્લાસ્ટને કારણે બાજુમાં આવેલ ચૂડા અને લોટની ફેક્ટરીને પણ નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની ઓળખ થઈ શકી નથી.

દુર્ઘટના સમયે ફેક્ટરીમાં કેટલા લોકો કામ કરી રહ્યા હતા તે જાણી શકાયું નથી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. દરમિયાન કારખાનાનો ગેટ ટ્રેક્ટર વડે બંધ કરી દેવામાં આવ્યો છે. પાડોશીઓએ જણાવ્યું કે બોઈલર ફાટવાને કારણે જોરદાર અવાજ આવ્યો હતો. તે બારી અને દરવાજા સુધી હચમચી ગયો. અહીં કામ કરતા કર્મચારીઓના સંબંધીઓ તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે. તે જ સમયે, વહીવટીતંત્રના અધિકારીઓ લોકોને અંદર જતા અટકાવી રહ્યા છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી