બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા
પંચમહાલમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આજે વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના બની હતી. બોઈલર ફાટતા કંપનીમાં કામ કરતા ચાર કામદારનો મોત નિપજ્યા છે જ્યારે અનેક કામદારો ઈજાગ્રસ્ત થયા છે. દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા. એટલુ જ નહિ, આ બ્લાસ્ટમાં બાળકો પણ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે તેમજ ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા છે.
આ બનાવની વિગત પ્રમાણે આજે સવારે વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ધડાકાભેર ફાટ્યું હતું જેમાં 4 કામદારોના મોત થયા છે અને મળતી માહિતી અનુસાર, બ્લાસ્ટની ઘટનામાં નાના બાળકો સહિત અનેક કર્મીઓ પણ દાઝ્યા છે. ત્યારે સવાલ એ છે કે આખરે આ કંપનીમાં બાળકો શુ કરતા હતા. આ બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે, આસપાસની દીવાલ પણ ધરાશયી થઈ ગઈ છે. કંપની પાસેની દીવાલો તૂટી પડી હતી, તો નજીકના ઘરનો સામાન પણ વેરવિખેર થઈ ગયો હતો. આસપાસના દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા.
ફાયર સ્ટેશન અધિકારી નિકુંજ આઝાદે જણાવ્યું કે, કંપની દ્વારા ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવવામાં આવ્યા હતા. આ ઘરોમાં કામદારો અને તેમના પરિવાર રહે છે. બોઇલર વધુ ગરમ થતાં અને પ્રોપર મેઇન્ટન ન થતાં ફાટ્યા હોવાનું અનુમાન છે. હાલ કંપનીનું જી.ઈ.બી નું કલેક્શન કાપી નાખવામાં આવ્યું
36 , 1