અમિતજી..સહી માયને મેં તુસ્સી ગ્રેટા હોજી..સલામ..

બચ્ચન-નો મોર કમલાપસંદ…! ઓન્લી દાલ સબ્જી પસંદ..

હવે બે દોસ્તારો બોલો જુબાં કેસરી…ની કેસરી જુબાં નાપસંદ કરશે..?

લેબમાં ટેસ્ટ કરાવે તો ખબર પડે કે કેટલા દાણાંમાં કેટલી કેસર ..?

દાને મેં દાને મેં કેસર કા દમ…ખાને ખાને વાલે કા નિકલે દમ..

લીધેલી ફીસ કોઇ પરત કરે…? અમિતાભે પરત કરી..

જેમને સદીના મહાનાયક કહે છે તે બોલીવુડના “શહેનશાહ” અમિતાભ બચ્ચને 11 ઓક્ટોબરે પોતાનો 79મો જન્મદિન ઉજવ્યો. “સાત હિન્દુસ્તાની” ફિલ્મથી શરૂ થયેલી તેમની સફર અવિરત પણ ગંગા કી લહેરો કી તરહ.. ચાલી રહી છે અને કેમ ના હોય. કેમ કે આખરે તો તેઓ છે તો – ખઇ કે પાન બનારસવાલા.. કી છોરાં ગંગા કિનારેવાલા…! 79મા જન્મદિને અમિતાભે ટ્વીટર પર લખ્યું- સાઠા તો પાઠા ઔર અસ્સી તો લસ્સી…! તેમના ચાહકોએ તેમના દિર્ઘાયુ માટે દુવા સલામ કરી હશે. પણ અમિતાભને ખરી સલામ તો તેંમના એ નિર્ણય માટે આપવો જોઇએ, કે જેમાં તેમણે કમલાપસંદ નામના પાન મસાલાની જાહેરખબરમાંથી નિકળી જવાની સાથેસાથે જેમના માટે વિજ્ઞાપન કરતાં હતા એ કમલાપસંદ કંપનીને પૂરેપૂરી ફી પણ પ્રેમથી પરત કરી દીધી…! આ લો..બોલ્યુ ચાલ્યુ માફ કરશો..

બોલો જુબાં કેસરી…વિમલની જાહેરખબરોંમાં પહેલા અજય દેવગન કેસરી જુંબા.. બોલતો હતો પછી તેમની સાથે આર્યનના પિતા શાહરૂખખાન પણ જોડાયા..એક સે ભલે દો..અને અધૂરામાં પૂરૂ સલમાનને પણ કટરીનાશ્રીને બદલે રાજશ્રી પાન મસાલાનો ચટકો લાગ્યો.. તો એ પણ જાહેરખબરોમાં પડીકી ખાતો બતાવવા લાગ્યો…તેમનું જોઇને કે પછી માન્યવર..ધનરાશિ જો મીલ રહી હૈ એમ બચાવ કરીને સદીના મહાનાયકે કમલાપસંદ પાનમસાલાની જાહેરાતમાં આવવાનુ શરૂ કર્યું અને તેમના ચાહકો ભડક્યા…ભક્યા તે કેવા કે ટ્વીટર પર તેમને લઇ નાંખ્યા..આ શું…બચ્ચનજી આપ ભી…? આપ ઇસ ઉમર મેં પાનમસાલા ખાતે ટીવી મેં દિખાઇ દેંગે તો યુવા આપ સે ક્યા સિખેંગે..?!

થયુ એમ કે,
મહાનાયક અમિતાભ બચ્ચન થોડા સમય પહેલા પાન મસાલાની એક એડને લઈ સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ થયા હતા. તે એડ કરવાને લઈ અમિતાભ બચ્ચનને ભારે ટાર્ગેટ કરવામાં આવ્યા.. અભિનેતાએ તે વાતને લઈ ખાસ કોઈ પ્રતિક્રિયા નહોતી આપી પરંતુ અમિતાભ બચ્ચને હવે આ મામલે નિર્ણય કર્યો અને પોતાના જન્મદિને કહી પણ દીધુ કે હવે કોઇ કમલાપસંદ નહી. અમિતાભ બચ્ચને તે એડમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું. આ મામલે કારણ દર્શાવતા અમિતાભ બચ્ચને કહ્યું-, તેઓ આ વિજ્ઞાપન એટલા માટે કરી રહ્યા છે જેથી નવી પેઢીને પાન મસાલાનું સેવન કરવા માટે મોટિવેશન ન મળે….તેમની આ દલીલ ગળે ઉતરે તેમ નથી. તેમ છતાં તેમણે યુવા પેઢીને કેન્સરની તરફ દોરી જનારા પાનમસાલાથી દૂર રહેવાનું જાહેર કરીને પોતાનો 79મો જન્મદિન ના-પસંદ દ્વારા ઉજવ્યો..થેંકસ મહાનાયકજી.. સલામ હૈ આપકે જજબાત કો..આપકે ત્યાગ કો…

અમિતાભ દ્વારા પોતાના 79મા જન્મદિને જે નિવેદન બહાર પાડ્યું તે કહે છે- કમલા પસંદ કોમર્શિયલ ઓન એર થઈ તેના થોડા દિવસો બાદ અમિતાભ બચ્ચને આ બ્રાન્ડ સાથે જે કોન્ટ્રાક્ટ કર્યો હતો તે તેમણે ગત સપ્તાહે ખતમ કરી દીધો છે… અમિતાભ બચ્ચને જ્યારે તે જાહેરાત સ્વીકારી ત્યારે તેમને એ વાતની જાણ નહોતી કે આ પ્રકારના વિજ્ઞાપન સેરોગેટ એડવરટાઈઝમેન્ટની કેટેગરીમાં આવે છે. અમિતાભ બચ્ચને બાદમાં તે એડમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધેલું અને તે બ્રાન્ડના પ્રમોશન માટે જે ફી લીધી હતી તે પણ પાછી આપી દીધી હતી…સેરોગેટ એડવરટાઈઝમેન્ટની કેટેગરી એટલે એવી કેટેગરીવાળી જાહેરખબર કે બતાવે કંઇ અને નિકળે કંઇ..!

લક્સ સાબુની જાહેરાતમાં જે તે સમયની રૂડીરૂપાળી અભિનેત્રીઓને કંપની દ્વારા પૈસા આપીને તેમના પાસેથી પ્રચાર પ્રસાર કરાવવામાં આવતો હતો. સાબુ નિર્દોષ છે એટલે તેમાં ચાલે પણ કોઇ પાનમસાલા નિર્દોષ નથી અને જે એમ કહે છે કે -દાને દાને મેં કેસર કા દમ…તો તેમની એ વાતમાં કોઇ દમ નથી…! આવો દાવો કરનાર વિમલ કંપની જાહેર કરે કે તે પાનમસાલામાં દાને દાને મેં કેસર કા દમ માટે વર્ષે કેટલી કેસર ક્યાંથી ખરીદે છે…!? આટલી બધી કેસર નાંખે ને તો પાન મસાલા ખાનારને ડોક્ટર પાસે જવુ ના પડે…! સાવ હળહળતુ સત્યથી વેગળુ છતાં યુવાનો એટલુ બધુ ખાય છે કે પાનમસાલાવાળાને ત્યાં ઇન્કમટેક્સના કે જીએસટીના દરોડા પડે ત્યારે 400 કરોડની..500 કકરોડની કરચોરી કે બેનંબરની સંપત્તિ પકડાતી હોય છે….

અમિતાભે તો અપના દિલ સાફ કર દિયા ઔર તેમને હવે ટીકાઓનો મારો સહન કરવો નહીં પડે ટ્વીટર પર..પણ અમિતાભમાંથી શીખીને બે દોસ્તારો અને દો સ્ટારો દેવગન-ખાન “બોલો જુબાં કેસરી…”સેરોગેટ એડવરટાઈઝમેન્ટમાંથી પોતની જાતને અળગા કરશે..? અને અળગા નહીં કરે તો આમ પણ બેમાંથી એક તો ધીમે ધીમે અળગો થઇ જ રહ્યો છે અને બીજાનું કાંઇ બહાર આવશે ત્યારે એમ કહેશે કે ના..ના.. હવે હું “બોલો જુબાં કેસરી…” નહીં બોલું..? મેગીમાં સીસાનું પ્રમાણ વધારે છે એમ કહીને મેગી પર ગુજરાત સહિત ભારતભરમાં પ્રતિબંધ મૂકી દેવાયો હતો અને પછી..હવે સીસાનું પ્રમાણ બરાબર છે એવુ પ્રમાણિત થયું ત્યારે દો મિનિટ મે મેગી..ને ફરી બજારમાં ઉતરવા માટે દિવસો લાગ્યા હતા.

દાને દાને મેં કેસર કા દમ…નો દાવો કરનારની પ્રોડક્ટની બજારમાંથી ખરીદીને લેબમાં ચકાસણી કરવી જોઇએ કે તેમાં કેસરનું પ્રમાણ ખરેખર કેટલુ હોય છે..અસલી કેસર હોય છે કે મકાઇના ડોડાના રેસા…? તેની પણ ચકાસણી થઇ જાય..કેમ કે અસલી કેસરમાં મકાઇના ડોડાના રેસાને કેસરી રંગથી રંગીને મિલાવટ કરતા હોવાનું મનાય છે…

માન્યવર, અમિતજી…ધન્યવાદજી..ધનરાશિ કે લિયે હવે નો કમલાપસંદ…ઓન્લી દાલ સબ્જી પસંદ..અને સ્ટેટ બેંકને આપેલી મિલકતનું ભાડુ મહિને 18 લાખ તો શરૂ થયું જ છે તો સીમ્પલ લિવિંગ એન્ડ હાઇ થીકીંગ…જેવુ રાખીએ…આપ આજ ભી ફેંકે હુયે પૈસે નહીં ઉઠાતે હૈ…એ ખબર છે પણ કમલાપસંદવાળાને પૈસા પરત કરીને સહી માયને મેં તુસ્સી ગ્રેટા હોજી..

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી