બોલીવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવત શેર કરી બોલ્ડ તસ્વીરો

ભૂલી જશો તમે ‘મર્ડર’ અવતાર…

મલ્લિકા શેરાવતની ગણના બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. તેની અદાઓ કોઈને પણ તેનાદિવાના બનાવી શકે છે. જોકે તે ફિલ્મી દુનિયામાં બહુ એક્ટિવ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. મલ્લિકા શેરાવત તેના સુંદર અને હોટ ફોટા શેર કરતી રહે છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

મલ્લિકા શેરાવતે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ખૂબ જ સુંદર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેણે પૂલ કિનારે ગ્લેમરસ પોઝ આપ્યા છે. અભિનેત્રીએ પીળા રંગની બિકીનીમાં તસવીરો શેર કરી છે.

તમને જણાવી દઈએ કે મલ્લિકા શેરાવતે વર્ષ 2003માં ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘મર્ડર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં ઈમરાન હાશ્મી સાથેના તેના કિસિંગ સીનની ખૂબ ચર્ચા થઈ હતી.

એક ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મ વિશે વાત કરતા મલ્લિકા શેરાવતે કહ્યું હતું કે ફિલ્મ ‘મર્ડર’ પછી તેને સારું કામ મળવાનું બંધ થઈ ગયું હતું. મલ્લિકાએ બોલિવૂડની સાથે હોલીવુડમાં પણ કામ કર્યું છે. હવે મલ્લિકા ફરી એકવાર કમબેક કરવા માટે તૈયાર છે, ટૂંક સમયમાં તેની એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ સાથે જ તે ગત દિવસે એક રિયાલિટી શોના સેટ પર પણ જોવા મળી હતી.

 88 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી