બોલિવૂડ અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ-અટેકથી નિધન

ફિલ્મમેકરની અચાનક વિદાયથી પરિવારજનો અને બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું

બોલિવૂડ અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું 49 વર્ષની વયે આજે સવારે હાર્ટ-અટેકને કારણે નિધન થયું છે જેના પગલે તેના પરિવારજનો અને બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ કૌશલને સવારે 4:30 કલાકે હાર્ટ-અટેક આવતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા પહેલા જ તેમણે ઘરે અંતિમ શ્વાસ લીધા.

ઉલ્લેખનીય છે કે, રાજ કૌશલ કરિયરની શરૂઆત એક અભિનેતા તરીકે કરી હતી. બાદમાં તેઓ પ્રોડ્યુસર અને સ્ટંટ ડિરેક્ટર કરતા હતા જે પૈકી તેમણે કભી-કભી, શાદી કા લડ્ડૂ અને એન્થની કૌન હૈં, માઈ બ્રધર નિખિલ, પ્યાર મેં કભી-કભી જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી હતી.

મંદિરાએ 14 ફેબ્રુઆરી, 1999 વેલેન્ટાઈન્સ ડેના દિવસના રોજ ફિલ્મમેકર રાજ કૌશલ સાથે લગ્નના બંધને જોડાઈ હતી. તેના દીકરાનો જન્મ 19 જૂન, 2011ના રોજ થયો હતો. કરિયર માટે મંદિરા લગ્નના 11 વર્ષ પછી માતા બની હતી. એ પછી મંદિરાએ જુલાઈ 2020માં એક દીકરી દત્તક લીધી અને તેનું નામ તારા રાખ્યું છે.

 55 ,  1