બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમને EDનું તેડુ

FEMAના ઉલ્લંઘન કેસમાં 7 જુલાઈએ પૂછપરછ થશે

બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમને (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)EDએ આજે સમન્સ પાઠવ્યું છે. EDએ સાત જુલાઈના રોજ હાજર થવાનું કહ્યું છે. યામી ગૌતમ પર આક્ષેપ છે કે તેણે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે.

યામી ગૌતમે તાજેતરમાં જ ફિલ્મમેકર ઉરીના ડાયેરક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યાં છે. યામીએ FEMAના નિયમોનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે. EDના ઝોન 2ના અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યાં છે. EDએ બીજીવાર યામીને સમન્સ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં બિગ બેનર બોલિવૂડ ફિલ્મ્સ મની લોન્ડરિંગને કારણે EDની નજરમાં છે.

યામી તથા આદિત્યે સો.મીડિયામાં લગ્નની તસવીર શૅર કરી હતી. બંનેએ પર્શિયન રાઈટર રૂમીની પંક્તિ લખી હતી, ‘તારા પ્રકાશની સાથે, હું પ્રેમ કરતાં શીખી.’ વધુમાં કહેવામાં આવ્યું હતું, ‘અમારા પરિવારના આશીર્વાદની સાથે, અમે આજે પરિવારની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા. અમે આ ખાસ દિવસ નિકટના તથા પરિવારની સાથે સેલિબ્રેટ કર્યો. આજે અમે મિત્રતા તથા પ્રેમની એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ.

 66 ,  1