બોલીવુડ યુપીમાં અને શેરબજાર ગુજરાતમાં,,,!! તો તેરા ક્યા હોગા રે મુંબઇ…??

માયાનગરીની માયા હવે યોગીના યુપીમાં ખસેડવાની હિલચાલ….

તો શેરબજારને ગિફ્ટમાં લઇ આવો રૂપાણીજી….!!

બધુ નવુ નવુ થઇ રહ્યું છે….ચેન્નઇના રસ્તાઓ બરફથી ઢંકાઇ જશે….?

શિવસેના-ઠાકરે જોતા રહી જશે-યુપીવાલે દુલ્હનિયા લે જાયેંગે…!!

(નેટડાકિયા-ખાસ અહેવાલ)

બંબઇ રાત કી બાહોં મે….બોમ્બે ટુ ગોવા…એવી ફિલ્મો બોમ્બે અને બવે મુંબઇના નામે બની છે. યે બંબઇ હૈ બંબઇ સાબ, યહાં પાની પીને કે ભી પૈસે લગતે હૈ…જેવા ડાયલોગ પણ ફિલ્મોમાં જોવા મળે છે. બોલીવુડે મુંબઇને એક ખાસ નામ અને દામ આપ્યા છે. માયાનગરી એટલે મુંબઇ. ભારતની આર્થિક રાજધાની એટલે મુંબઇ. જેમ બોલીવુડને કારણે મુંબઇ ધમધમે છે તેમ મુંબઇના જ શેરજારને કારણે કારોબાર ધબકે છે. પણ જો બોલીવુડ યોગીના યુપી અને શેરબજાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાતના ગાંધીનગર ગીફ્ટ સીટીમાં જતુ રહે તો….? તો તો ફિર મુંબઇ કે પાસ બચા હી ક્યા…! અમિતાભના લહેકામાં કહીએ તો- તો મુંબઇ ખોખલા હો જાયેગા…ખોખલા….અંઇ….!

બોલીવુડને મુંબઇથી યુપી લઇ જવા સીએમ યોગી જોર લગાવી રહ્યાં છે. મુંબઇના અંધારી આલમથી પરેશાન બોલીવુડને લાગે છે કે યોગીથી ગુંડાઓ ડરે છે, તેથી જો બોલીવુડને એટલે કે ફિલ્મો બનાવવાના ધંધા-કારોબારને યુપી લઇ જવામાં આવે તો કમ સે કમ ખંડણી તો આપવી નહીં પડે. અને આ ખંડણી કોણ માંગે છે તે એક ઓપન રહસ્ય સમાન છે. યુપીમાં યોગી સત્તાસ્થાને નહીં હોય અથવા બીજા કોઇ પક્ષની સરકાર આવશે તો….? બની શકે કે ફિલ્મ બનાવનારાઓને ખાનગીમાં એવી ખાતરી આપવામાં આવી હોય કે હમરી હી સરકાર બની રહેંગી….કાહે ફિકર કરત હો…આ જાઓ, હમરે ગાવ મેં…સારી સુવિધાયેં મિલેંગી…ઔર વો ભી સસ્તે દામ મેં…કોનો ચિંતા કી બાત નહી….હિરોઇનોં કે સામને કોઇ આંખ ઉઠાકર દેખને કી હિંમત નહીં કરેગા સસુરા…દેખતે હી ધાંય….ધાંય….!!

બધુ નવુ નવુ બની રહ્યું છે મહારાષ્ટ્રમાં સરકાર બદલાતા જ. જો કે તેને કદાજ સરકાર કરતાં બોલીવુડને ખંડણીના મામલે પરેશાન કરનારા તત્વો વધારે જવાબદાર હોઇ શકે. એક સમયે બોલીવુડમાં કહે છે કે દાઉદ કહે એ હિરોઇન કે હિરોને ફિલ્મમાં કામ મળતું હતું. અને ફિલ્મ સારી કમાણી કરે તો હપ્તો તો ખરો જ…..દાઉદ ભલે ભારતમાં નથી પણ તેનું નેટવર્ક મુંબઇમાં હશે અને તેમના કાળા કારનામા સામે સરકારની લાચારી જોઇને કડક સીએમ યોગીના શરણે જઇને હવે યુપીની ધરતી પર અવનવી ફિલ્મોનું નિર્માણ થાય તો કહ નહીં સકતે….! ક્યોંકિ યે બંબઇ શહર હાદસો કા શહર હૈ….યહાં રોજ રોજ હોતા હૈ કોઇ ન કોઇ હાદસા…..અને હવે નવા હાદસામાં મુંબઇનું હોલીવુડ યુપી શિફ્ટ થાય તો અઘાડી સરકાર શું કરશે….?

સીએમ ઉદ્ધવ ઠાકરેએ તેનો વિરોધ કર્યો છે. પણ તેમનો વિરોધ કેટલો ભારે હશે અને તેમના કહેવાથી બોલીવુડ રોકાઇ જશે એમ જો કોઇ માનતુ હોય તો તે ભીંત ભૂલ્યો કહેવાય. બોલીવુડ યુપીમાં અને શેર બજાર ગુજરાતમાં…..આવું કંઇક ચાલી રહ્યું છે. જો કે બોલીવુડને યુપીમાં આવવા યોગીએ આપેલું આમંત્રણ જગજાહેર છે પણ શેરબજારને ગિફ્ટ સીટીમાં ખસેડવાનું જગજાહેર નથી પણ હિલચાલ હોય તો પણ નવાઇ નહીં કેમ કે શેર બજાર ગુજરાતીઓ ઉપર જ નભે છે. ગિફ્ટ સીટીમાં મોટી જગ્યા, સારી સુવિધા, નેટ સિવિધા, શાંત વાતાવરણ અને સલામતી આપવામાં આવશે એવી ખાતરી તો અગાઉ આપવામાં આવી જ છે. પરંતુ હજુ શેરબજાર ગિફ્ટ સીટીમાં આવ્યું નથી અને નહીં આવે એમ જો કોઇ કહે તો – યે જવાબ રોંગ હોગા…!

કેબીસીમાં પહેલો સવાલ જેમ સરળ હોય તેવો સરળ આ સવાલ છે અને તેનો જવાબ સૌને આવડે છે. વાસ્તવમાં બોલીવુડ અને શેરબજારને કારણે જેઓ ખોટી રીતે મલાઇ ખાઇ ખાઇને તગડા થઇ ગયા છે અને એક સમસ્યા બની રહ્યાં હોય તેમને અંકૂશમાં રાખવા માટેના આ પ્રયાસો હોઇ શકે. પરંતુ તેના કારણે સામાજિક અને આર્થિક બાબતે જબ્બર પરિવર્તન આવી શકે.

કોઇએ આવું વિચાર્યુ નહીં હોય કે આખે આખા બોલીવુડને ઉપાડીને યુપીમાં લઇ જવામાં આવે અને મુંબઇની ઝાકમઝોળને કાટ લાગી જાય…

પછી તો માયાનગરી લખનો થઇ જશે….. અથવા જે સ્થળે( યુપીમાં તો સબભૂમિ ગોપાલ કી નહીં, યોગી કી હૈ…) એટલે જ્યાં બોલીવુડ બનશે એ જગ્યા ઓળખાશે-માયનગરી….અને માયાનગરી…..

પણ શું મુંબઇના ફિલ્મ ઉદ્યોગને ગુજરાતમાં ના લાવી શકાય…? યુપી પાસે મુંબઇની જેમ દરિયો નથી, ગુજરાત પાસે છે. યુપી મુંબઇથી દૂર છે જ્યારે ગુજરાત નજીક છે. વાપી કે ગુજરાતની દક્ષિણ તરફની સરહદે મોટા મોટા સ્ટુડિયો બનાવવામાં આવે તો બોલીવુડને વાંધો હોઇ શકે નહીં. ગુજરાત સરકાર આ અંગે પ્રયાસો હાથ ના ધરી શકે…?

પરિવર્તન કુદરતનો નિયમ છે, એમ કહેવાય છે. પણ જે ઉદ્યોગ, ધંધો, રોજગાર, વ્યવસાય, સંસ્કૃતિ, રીતરિવાજ, પરંપરા જ્યાં વિકસી હોય તે ત્યાં જ શોભે અને ત્યાં જ રહે તો પ્રગતિ કરી શકે. સુરતના હીરા અને જરી ઉદ્યોગને કેરળમાં લઇ જવાય તો…..?! કેરળની નદીઓ યુપીમાં લઇ જઇ શકાય….? ચેન્નઇમાં કાશ્મિરનો ઉદ્યોગ વિકસી શકે….? પંજાબના ખેતરોને સિક્કિમ કે નાગાલેન્ડમાં લઇ જઇ શકાય…?

બોલીવુડને યુપી લઇ જવા પાછળ ચોક્કસ રાજકિય ગણતરી હોવાનો દાવો શિવસેના કરે છે. બની શકે કે શિવસેનાને બતાવી દેવા કે તોડી પાડવા યોગીને આગળ ધરીને બોલીવુડિયાના કેસરી રંગે નવા નવા રંગાયેલાઓને કહેવામાં આવ્યું કે હોય- ખૂશ્બુ ચાહે ગુજરાત કી હો, લેકિન સુશાસન તો યોગી કા…….કુછ ફિલ્મે તો બનાઓ હમરી ધરતી પર…..ઔર કોઇ ખંડણી-વંડણી માંગે તો ચૌરાહે પર લગેગા ઉસકા પોસ્ટર ઔર નિલામી હોંગી ઉસકી મિલ્કત….જય હો યોગીબાબા કી….!!

તંત્રી – દિનેશ રાજપૂત

 35 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર