Video: દીકરા સલમાન ખાન સાથે ડાન્સ કાર્યા બાદ માતાએ કહ્યું- બંધ કરો આ…

બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાન હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગયો છે. સલમાન ખાન લગભગ રોજ જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ચાહકો માટે કંઇક ને કંઇક શેર કરતો હોય છે. ફરી એક વાર સલમાન ખાને એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની માતા સલમા સાથે ઘરે ખાસ ક્ષણો માણતો જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા આ વીડિયોમાં સલમાન બહુ જ પ્રેમથી તેની મમ્મી સાથે ડાન્સ કરી રહ્યો છે અને મમ્મી પણ તેને ખૂબ વહાલ કરી રહી છે. સલમાનનો મમ્મી સાથેનો વીડિયો ખરેખર કમાલનો છે. આ વીડિયોમાં સલમાનનો મમ્મી પ્રત્યેનો પ્રેમ જોવા મળી રહ્યો છે. મા-દીકરાનો આ પ્રેમ ઈમોશનલ છે. વીડિયોને જોયા બાદ કહી શકાય કે સલમાન ખાનનું તેની મા સાથેનું બોન્ડિંગ જબરદસ્ત છે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી