બોલીવૂડના ‘ભાઈજાન’ અમદાવાદમાં, નવી ફિલ્મનું કર્યું પ્રમોશન

સલમાન ખાને ગાંધી આશ્રમમાં રેંટિયો ચલાવ્યો

બોલીવુડના ભાઈજાન અમદાવાદની મુલાકાતે આવ્યા છે. સલમાન ખાને ગાંધી આશ્રમની 20 મિનિટ સુધી મુલાકાત કરી હતી. નવી ફિલ્મ અંતિમના પ્રમોશન માટે ભાઈજાન અમદાવાદની મુલાકાતે આવ્યા છે. સલમાનખાન શહેરમાં પહોંચતાં જ ગાંધી આશ્રમ પાસે ચાહકોના ટોળે ટોળા ઉમટ્યાં હતાં. તેમણે સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં વીંટી દીધી હતી.

સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ અંતિમે કમાણી મામલે પહેલા દિવસની સરખામણીએ બીજા દિવસે રફતાર પકડી છે. ફિલ્મે પહેલા દિવસે એટલે કે શુક્રવારે 4.50 કરોડની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મે 5.50 કરોડનો બિઝનેસ કર્યો છે. પહેલા દિવસની સરખામણીમાં એકથી દોઢ કરોડનો વધારો થયો છે.ફિલ્મ અંતિમની કમાણીની વાત કરીએ તો તેણે બે દિવસમાં લગભગ 10 કરોડની કમાણી કરી લીધી છે.આગામી દિવસોમાં બોક્સ ઓફિસ કલેક્શનમાં વધારો જોવા મળી શકે છે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી