SBIને બોલિવૂડના બિગ બીએ આપ્યો બંગલો ભાડે

દર મહિને ચૂકવશે તગડું ભાડૂ…

બોલિવૂડના મહાનાયક સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને એક નવા ભાડૂઆત મળ્યા છે. દેશની સૌથી મોટી બેંકે સ્ટેટ બેંક ઓફ ઈંડિયા મુંબઈના પોશ વિસ્તાર જુહૂમાં બચ્ચનની માલિકીના હકવાળી પ્રોપર્ટીના ગ્રાઉન્ડ ફ્લોરને ભાડે લીધી છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે સરકારી બેંકે બોલિવૂડ સ્ટાર અને તેમના દિકરા અભિષેક બચ્ચનની સાથે એગ્રીમેંટ કર્યુ છે. જે અંતર્ગત જૂહુમાં પોતાના પારિવારીક નિવાસ સ્થાન જલસાને લગભગ એક બ્લિડીંગમાં 3150 સ્કેવરફૂટને લીઝ પર આપી દેશે. બચ્ચનના જુહુમાં પ્રતીક્ષા, જનક, અમ્મૂ અને વત્સ બંગલા પણ આવેલા છે.

બેંક 15 વર્ષ માટે લીઝ પર 18.9 લાખ રૂપિયા મહિને ભાડા તરીકે આપશે.ભાડામાં દર પાંચ વર્ષે 25 ટકાનો વધારો કરવામાં આવશે. પહેલા પાંચ વર્ષમાં એસબીઆઈ દર મહિને 18.9 લાખ રૂપિયા દર મહિને આપશે. આગામી પાંચ વર્ષ બાદ દર મહિને 23.62 લાખ રૂપિયા આપશે, અને બાકીના પાંચ વર્ષ માટે દર મહિને 29.53 લાખ રૂપિયા આપશે. જો કે, આવો રિપોર્ટ્સ આવ્યા બાદ અત્યાર સુધીમાં અમિતાભ બચ્ચન અને એસબીઆઈએ આ અંગે પોતાની કોઈ પ્રતિક્રિયા આપી નથી.

બેંકે 2.26 કરોડ રૂપિયાથી વધારેની સિક્યોરિટી ડિપોઝીટ આપી છે. જે એક વર્ષના ભાડા બરાબર છે. એગ્રીમેંટ 28 સપ્ટેમ્બર 2021ના રજીસ્ટર કરવામાં આવ્યો હતો. એસબીઆઈ આ જગ્યાએ એક બ્રાંચ પણ ખોલશે. આ જગ્યાને સીટીબેંકે હાલમાં ખાલી કરી હતી. ડીલ માટે 30.86 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી સાથે રજીસ્ટ્રેશન ચાર્જ તરીકે 30 હજાર રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી