બોલિવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહાનું દિલ છૂટાછેડા લીધેલા ઉદ્યોગપતિ પર આવ્યું….

દબંગ ગર્લ ટૂંક સમયમાં બંટી સચદેવ સાથે સગાઈ કરશે!

બોલિવૂડમાં લગ્ન સીઝન ચાલી રહી છે. અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા પણ આગામી વર્ષે સુધીમાં લગ્ન કરવાના છે. દરમિયાન હવે બોલિવૂડ દબંગ ગર્લ સોનાક્ષી સિંહા તેના લગ્ન વિશે વાત કરી છે. તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં સોનાક્ષીએ તેના ભાવિ જીવનસાથી વિશે વાત કરી છે.

તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા છે કેમ સોનાક્ષી અને તેના બોયફ્રેન્ડ બંટી સચદેવાનો પરિવાર ઈચ્છે છે કે, બંન્ને લગ્ન કરે. બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યા તેવા અહેવાલો પણ છે કે, બંને ટૂક સમયમાં સગાઈ કરી શકે છે. સોનાક્ષીએ તાજેતરમાં જ સોશિયલ સાઈટ પર માલદીવની વેકેશન ટ્રીપના ફોટા શેર કર્યા હતા.બંટી સચદેવ કરતા ઘણા મોટા છે. તેની વય 40થી ઉપર અને તેઓ છૂટાછેડા પણ લઈ ચૂક્યો છે. બંટીનું બોલિવૂડ કનેક્શન એ છે કે ખાનના સાળા એટલે કે સીમા સચદેવના ભાઈ છે.

સોનાક્ષી સલમાન ખાનના પરિવારી ખૂબ નજીક હોવાનું મનાઈ છે. બંટી સુષ્મિતા સેન અને નેહા ધૂપિયા જેવી અભિનેત્રીઓને ડેટ કરી ચૂક્યો છે. બંટી અને સોનાક્ષી સિડનીના એક બીચ પર સાથે જોવા મળ્યા હતા ત્યારથી તેમના અફેરની ચર્ચા વધઉ ગરમ થઈ ગઈ હતી. જો કોઈ તેમની સામે બંટીની પૂર્વ પત્ની અથવા પૂર્વ ગર્લફ્રેન્ડનું નામ લે તો તેઓ ગુસ્સે થઈ જાય છે. થોડા સમય પહેલા જ્યારે સોનાક્ષીને હોસ્પિલમાં એડમિટ કરવામાં આવી ત્યારે બંટી પણ ત્યાં હાજર હતા. તમને જણાવી દઈએ કે બંન્ને જાહેરમાં તેમના સંબંધો ખોલ્યા નથી.

સોનાક્ષી સિંહા આજે બોલિવૂડ અભિનેત્રી અગ્રણી અભિનેત્રીઓમાંની એક છે. તે બોલિવૂડના જાણીતા વિખ્યાત અભિનેતા શત્રુદ્ન સિંહાની પુત્રી છે. તેણે પોતાની કારકિર્દીના શરુઆત ફિલ્મ દબંગથી કરી હતી.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી