બિહાર : પટણાના દાનાપુરની સ્કૂલમાં બોંબ બ્લાસ્ટ, ઘણા લોકો ઘાયલ

બોમ્બ વિસ્ફોટથી આખો વિસ્તાર હચમચી ગયો

બિહારની રાજધાની પટણાની દાનાપુરની એક સ્કૂલ નજીકના મકાનમાં બોંબ બ્લાસ્ટ થતા 4 લોકો ઘાયલ થયાની ખબર છે.

રાજધાની પટનામાંથી હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં દાનાપુરના એક મકાનમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. બોમ્બ વિસ્ફોટથી આખો વિસ્તાર હચમચી ગયો હતો. આસપાસના લોકો દોડવા લાગ્યા. આ ઘટના દાનાપુર પોલીસ સ્ટેશનની જનકધારી સ્કૂલ નજીક બની હતી.

બોમ્બ વિસ્ફોટમાં 4 લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્લાસ્ટની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. વિસ્ફોટ કેવી રીતે થયો તે જાણી શકાયું નથી. પોલીસ ઘણા મુદ્દાઓ પર તપાસ કરી રહી છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી