ઇદ પહેલા ઇરાકમાં થયો બ્લાસ્ટ, 35ના મોત : 60થી વધુ ઘાયલ

રાષ્ટ્રપતિ બરહમ સાલિહે બોમ્બ વિસ્ફોટને ગણાવ્યો “ભયંકર અપરાધ” 

ઇરાકની રાજધાનીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 35 લોકોના મોત થયા છે. જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. આ બોમ્બ બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સમુહે લીધી છે. ટેલિગ્રામ ગ્રુપ પર પોતાનો મેસેજ મોકલતા ISએ જણાવ્યું કે અબૂ હમજા અલ નામના હુમલાખોરે સોમવારે બગદાદના શહેરમાં ભીડની વચ્ચે જઈને વિસ્ફોટ કર્યો. લોકો ઇદની ખરીદી કરી રહ્યા હતા ત્યારે જ બજારમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. 

ઇદ પહેલા બગદાદનાં સદર સિટી વિસ્તાર પાસે ધમધમતી બજાર હોવાથી મોટાભાગના લોકો ખરીદી માટે ઉમટતા હતા. પરિણામે આ વિસ્તારને નિશાન બનાવીને બોમ્બ બ્લાસ્ટ કર્યો હોવાની આશંકા છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ બ્લાસ્ટમાં 60થી વધુ લોકો ઘાયલ થયા છે. ઉપરાંત ઈજીગ્રસ્ત થયેલા કેટલાક લોકોની ગંભીર હાલત હોવાને કારણે મુત્યુઆંક વધી શકે છે. મૃતકોમાં મહિલાઓ સહિત બાળકોનો પણ સમાવેશ છે.

ભારે બોમ્બ વિસ્ફોટના પરિણામે અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ઇરાકની સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”આ હુમલો સદર સિટીના વહૈલાત માર્કેટમાં થયો હતો.”

ઇરાકના ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, સ્થાનિક રીતે બનાવવામાં આવેલા IIED નો ઉપયોગ કરીને આ આતંકી હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. વિસ્ફોટ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની ચીસો જોવા મળી રહી છે.

 55 ,  1