અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે 45 મિનિટમાં ડિફ્યુઝ કરાયો બોમ્બ…!!!

રેલવે સ્ટેશન પર મોકડ્રિલમાં બૉમ્બ સ્ક્વોડની સફળતા

બૉમ્બ સ્ક્વોડ, આર.પી.એફ તથા ગુજરાત રેલવે પોલીસે સાથે મળીને મોક ડ્રિલ યોજી

કોરોના મહામારીની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નિકળશે કે નહીં તે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે કોરોનાની સ્થિતિને લઇ રથયાત્રા પર વિચારણા કરવામાં આવશે. જો કે મીડિયા રિપોર્ટ મુજબ, આ વર્ષે ભગવાન જગદીશ ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે અમદાવાદની નગરચર્યાએ નિકળશે અને બપોરે 12 વાગ્યા સુધીમાં નિજમંદિરે પરત આવી જશે. તો બીજી તરફ અમદાવાદમાં ભારે બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે.

કાલુપુર રેલવે સ્ટેશન ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૉમ્બ સ્ક્વોડ, આર.પી.એફ તથા ગુજરાત રેલવે પોલીસે સાથે મળીને મોક ડ્રિલ યોજી હતી. મહત્વનું છે કે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં આવેલા એરફોર્સના સ્ટેશન પર થયેલા આતંકી હુમલાના પગલે આજે મોકડ્રિલ યોજવામાં આવી હતી.

રેલવે સ્ટેશન ખાતે આજે એક ખાસ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૉમ્બ સ્ક્વોડની ભૂમિકા મોખરે રહી હતી. પ્લેટફોર્મ નંબર 1 પાસે પાણી પીવાની પરબ પાસે એક સૂટકેસમાં બૉમ્બ મળ્યાના મેસેજના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને 45 મિનિટ સુધી બૉમ્બને ડિફ્યુઝ કરવામાં સમય લાગ્યો હતો અને આખરે બૉમ્બ સ્ક્વોડની સફળતા મળી હતી.

તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં એરફોર્સ સ્ટેશનમાં ડ્રોન મારફતે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેના પગલે સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. ઉપરાંત અમદાવાદ શહેરમાં આવનારા દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ શકે છે તેના સંદર્ભે શહેર પોલીસ પણ એલર્ટ બની ગઈ છે. આ સાથે જ કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર આજે એક મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ દ્વારા એક નિર્જીવ બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓની સતર્કતાને ચકાસવા માટે તંત્ર દ્વારા આજે એક મોકડ્રિલ યોજવામાં આવી હતી.

 59 ,  1