‘બોમ્બે’-‘રોજા’ ફૅમ ફિલ્મમેકર હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડ તથા સાઉથ ઈન્ડિયન ફિલ્મમેકર મણિરત્નમને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.16 જૂને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. ડોક્ટર્સના મતે, તેમને રેગ્યુલર ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને સોમવારે તેમને રજા પણ આપી દેવામાં આવી છે.

મણિરત્નમે ‘ગુરુ’, ‘બોમ્બે’, ‘દિલ સે’, ‘રોજા’ જેવી ફિલ્મ્સ બનાવી છે. તેમને હૃદય સંબંધિત બીમારી છે. આથી જ તેમને ઘણીવાર છાતીમાં દુખાવાની ફરિયાદ રહે છે. 2004માં ફિલ્મ ‘યુવા’ના શૂટિંગ સમયે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. 2018માં પણ તેમને માઈનર હાર્ટ એટેક આવ્યો હોવાની ચર્ચા હતી.

 9 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર