બંગાળમાં BJP સાંસદના નિવાસ સ્થાન પર ફેંકવામાં આવ્યાં બોમ્બ

પશ્વિમ બંગાળમાં ફરીવાર હિંસાનો દોર શરૂ થયો છે. પશ્વિમ બંગાળના બેરકપુરથી ભાજપનાં સાંસદ અર્જુનસિંહના નિવાસ સ્થાને બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.ભાટપારા નગરનિગમના પ્રમુખ અને અર્જુનસિંહના ભત્રીજા સૌરભસિંહે બોમ્બ ફેંકવાની ઘટના પાછળ ટીએમસનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.

સૌરભસિંહે વધુમાં જણાવ્યુ હતુ કે, ઘરની બહારથી કેટલીક બંદૂકની ગોળીઓ પણ મળી આવી છે. બોમ્બ ફેંકવાની ઘટના બાદ અર્જુનસિંહના નિવાસ સ્થાને સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી