ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી, જાણો કયારથી શરૂ થશે કાતિલ ઠંડી?

ઉત્તર ભારતના રાજ્યોમાં બરફવર્ષાના કારણે અન્ય રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. ત્યારે રાજ્યમાં પણ આગામી 24 કલાકમાં હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે. 22 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં નલિયા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 5 ડિગ્રી સુઘી ગગડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. તો, દિલ્હી અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

રાજ્યમાં હાલ શિયાળો શરૂ થઇ ગયો છે અને વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ પણ લોકોને થઈ રહ્યો છે.રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ધીમે ધીમે નીચે ઊતરી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 15 દિવસમાં ગુજરાતમાં ઠંડી વધશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 4 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં લઘુતમ તાપમાન ઘટીને 12 ડિગ્રી ની આસપાસ પહોંચી જશે.

અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી એટલે કે 20 નવેમ્બર થી લઈને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. ગુજરાત રાજ્યમાં ઠંડી વધતા ગ્રામીણ વિસ્તારોમાં તાપમાન ઘટતું જાય છે પણ શહેરોમાં પણ તેની અસર દેખાઈ રહી છે.

ઠંડીના કારણે શહેરીજનો ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે અને પેટલાદ સ્વાસ્થ્ય પ્રેમીઓ વહેલી સવારે મોર્નિંગ વોક કરી તંદુરસ્ત રહેવા નીકળી જાય છે. દિવાળીના દિવસોમાં ઠંડીની શરૂઆત થતા છેલ્લા એક અઠવાડિયાથી અનુભવાતી ઠંડી પકડ જમાવી લીધો છે.

 26 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર